GSTના એક અઘરા પેટા-વિષય એવા RCMની આંટીઘૂંટી અંગે જાણીએ

GSTનું A to Z – હર્ષ કિશોર સરકારના નિયમો મુજબ દરેક બેન્કે પોતાના કુલ લોનની રકમ પૈકી ૪૦% રકમ Priority sector લેન્ડીંગમાં આપવાની થાય છે. 

જીએસટી કાયદામાં રિવર્સ ચાર્જ માટે કલમ ૯(૩) અને ૯(૫) ની જોગવાઈઓ મુજબ માલ/સેવાના રિસીપિએન્ટ તબક્કે વેરો ભરવાની બાબતો વિગતવાર જોઈએ :RCM માટેનું જાહેરનામું : ક્ર : ૧૩/૨૦૧૭ તા : ૨૮.૬.૨૦૧૭ અને ત્યારબાદ તેમાં થયેલ ૧૨ વખતના સુધારા તેમજ અન્ય જાહેરનામાં મુજબ માલ સામાનની એવી યાદી કે જેમાં આરસીએમ ભરવાનો થાય : (વસ્તુ-સપ્લાયર-મેળવનાર)-કલમ ૯(૩) અને IGSTGSTની કલમ ૫(૩)

૧. કાજુ-૦૮૦૧- (છાલ સાથે, શેલ સાથે)-ખેડૂત દ્વારા સપ્લાય – રિસીપિઅન્ટ તરીકે કોઇપણ નોંધાયેલ કરદાતા

૨. બીડીના પત્તા/પાન (તેન્દુ)- ૧૪૦૪ ૯૦ ૧૦- ખેડૂત દ્વારા સપ્લાય – રિસીપિઅન્ટ તરીકે કોઇપણ નોંધાયેલ કરદાતા

૩. તમાકુના પત્તા/પાન)- ૨૪૦૧- ખેડૂત દ્વારા સપ્લાય – રિસીપિઅન્ટ તરીકે કોઇપણ નોંધાયેલ કરદાતા

૩A. તા ૧.૧.૨૦૨૩ થી-એસેન્શીયલ ઓઈલ્સ (citrus fruit સિવાયના)- ૩૩૦૧-કોઇપણ બિન-નોંધાયેલ કરદાતા દ્વારા સપ્લાય – રિસીપિઅન્ટ તરીકે કોઇપણ નોંધાયેલ કરદાતા

૪. સિલ્ક યાર્ન-૫૦૦૪ થી ૫૦૦૬-કાચા સિલ્કમાંથી સિલ્ક યાર્ન બનાવનાર વ્યક્તિ/સંગઠન દ્વારા સપ્લાય – રિસીપિઅન્ટ તરીકે કોઇપણ નોંધાયેલ કરદાતા 

૪.A તા ૧૫.૧૧.૨૦૧૭થી-રો-કોટન- ખેડૂત દ્વારા સપ્લાય – રિસીપિઅન્ટ તરીકે કોઇપણ નોંધાયેલ કરદાતા

૫. લોટરી-રાજ્ય સરકાર-કેન્દ્ર શાસિત પ્રદેશ-સ્થાનિક સત્તા- રિસીપિઅન્ટ તરીકે વિતરક/એજન્ટ 

૬. તા ૧૩.૧૦.૨૦૧૭થી- વપરાયેલ વાહનો, જપ્ત વાહનો, જુનો અને વપરાયેલ માલ સામાન, ભંગાર અને સ્ક્રેપ- કેન્દ્ર સરકાર-રાજ્ય સરકાર-કેન્દ્ર શાષિત પ્રદેશ-સ્થાનિક સત્તા-રેલ્વે- કોઇપણ નોંધાયેલ કરદાતા

૭. તા ૨૮.૦૫.૨૦૧૮ થી-Priority sector લેન્ડીંગ સર્ટીફીકેટ- કોઇપણ નોંધાયેલ કરદાતા

(સરકારના નિયમો મુજબ દરેક બેન્કે પોતાના કુલ લોનની રકમ પૈકી ૪૦% રકમ Priority sector લેન્ડીંગમાં આપવાની થાય છે અને આ ૪૦% પૈકી ૧૮% રકમની લોન ખેતીને લગતી હોવી જોઈએ. કેટલીક મોટી બેંકોની શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં ન હોઈ સરકારની આ શરતનું પાલન કરી શકતી નથી તેથી અન્ય ગ્રામીણ બેંક સાથે ટાઈ-અપ કરે છે અને તે અન્ય ગ્રામીણ બેંક ખેતીને લગતી જે લોન આપે છે તે અંગેનું એક પ્રમાણપત્ર મોટી બેન્કને આપે છે જેના ઉપર આ બેન્કે RCMમુજબ GSTની જવાબદારી અદા કરવાની થાય છે.) 

૮. વિશેષ બાબત : જાહેરનામા ક્ર :૬/૨૦૨૪ તા ૮.૧૦.૨૦૨૪ (અમલ ૧૦.૧૦.૨૦૨૪)થી કસ્ટમ ટેરીફના ચેપ્ટર ૭૨ થી ૮૧માં પડતા સ્ક્રેપના વેચાણો જો બિન-નોંધાયેલ વ્યક્તિ દ્વારા નોંધાયેલ કરદાતાને કરવામાં આવે તો નોંધાયેલ કરદાતાએ RCM પદ્ધતિએ વેરો ભરવાનું ઠરાવવામાં આવેલ છે. વધુમાં જાહેરનામા ક્ર : ૨૫/૨૦૨૪ તા ૯.૧૦.૨૦૨૪ (અમલ ૧૦.૧૦.૨૦૨૪) થી કસ્ટમ ટેરીફના ચેપ્ટર ૭૨ થી ૮૧માં પડતા સ્ક્રેપના વેચાણો ઉપર ૨% TDS પણ લાગુ કરવામાં આવેલ છે.

સેવાઓની એવી યાદી જેમાં આરસીએમથી જીએસટી ભરવાનો થાયઃ (સેવા-સપ્લાયર-સેવા મેળવનાર)-કલમ ૯(૩)/૫(૩)

૧. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (જીટીએ)ની રોડ દ્વારા ગુડ્સ ટ્રાન્સપોર્ટની સેવાઓ(જો તેને FCM વિકલ્પ ન લીધેલ હોય અને ૧૨%ના દરે વેરો ન ભર્યો હોય તો-જાહેરનામા ક્રઃ૨૨/૨૦૧૭ તાઃ ૨૨.૦૮.૨૦૧૭)- નોંધાયેલ ફેક્ટરી, સોસાયટી, કો-ઓપ-સોસાયટી, નોંધાયેલ કરદાતા, બોડી-કોર્પોરેટ, ભાગીદારી પેઢી, કેઝયુઅલ ટેકસેબલ પર્સન- ટ્રાન્સપોર્ટની સેવાઓ મેળવનાર કોઇપણ એન્ટીટી (સરકાર, સ્થાનિક સત્તા સિવાય કે TDS માટે નોંધાયેલ સરકાર/સ્થાનિક સત્તા). (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૧A. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (જીટીએ)ની રોડ દ્વારા ગુડ્સ ટ્રાન્સપોર્ટની સેવાઓ તાઃ ૦૧.૦૭.૨૦૧૭ થી ૨૧.૦૮.૨૦૧૭ સુધી)

૨. લીગલ સેવાઓ- એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં (partnership including LLP) એડવોકેટ્સ representation સહિતની સેવા આપે- બિઝનેસ એન્ટીટીને જેનું (turnover રૂ ૨૦/૪૦ લાખથી વધુ હોય) તેણે RCM મુજબ વેરો ભરવાનો થાય. એ જ રીતે સીનીયર એડવોકેટની બિઝનેસ એન્ટીટી (turnover રૂ ૨૦/૪૦ લાખથી વધુ હોય)ને અપાયેલ સેવાઓ ઉપર પણ RCM પ્રમાણે બિઝનેસ એન્ટીટીએ વેરો ભરવાનો થાય છે. (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૩. આરબીટ્રેશન ટ્રીબ્યુનલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ- આરબીટ્રેશન ટ્રીબ્યુનલ- રિસીપિઅન્ટ તરીકે કોઇપણ વેપારી એન્ટીટી (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૪. સ્પોન્સરશિપ સેવાઓ- કોઈ વ્યક્તિ કે કોઇપણ વેપારી એન્ટીટી સેવા આપે- રિસીપિઅન્ટ તરીકે જે તે વેપારી એન્ટીટી કે ભાગીદારી પેઢી (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૫ ખાસ કેટેગરી સિવાય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા લોકલ ઓથોરિટી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ (સ્થાવર મિલકત ભાડે આપે, પેસેન્જર/ગુડ્સ ટ્રાન્સપોર્ટ,  પોસ્ટની સેવા વગેરે સિવાય)- રિસીપિઅન્ટ તરીકે બિઝનેસ એન્ટીટી (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૫A કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા લોકલ ઓથોરિટી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ એટલે કે નોંધાયેલ કરદાતાને સ્થાવર મિલકત ભાડે આપે- રિસીપિઅન્ટ તરીકે નોંધાયેલ વેપારી (જાહેરનામા ક્રઃ૩/૨૦૧૮ તાઃ ૨૫.૦૧.૨૦૧૮)

૫AA: કોઈ પણ વ્યક્તિ દ્વારા નોંધાયેલ કરદાતાને રહેણાંક માટેની જગ્યા ભાડે આપવાની સેવા-  સેવાના રિસીપિઅન્ટ તરીકે નોંધાયેલ વેપારી (જાહેરનામા ક્રઃ૫/૨૦૨૨ તાઃ ૧૩.૦૭.૨૦૨૨-અમલ, તા ૧૮.૦૭.૨૦૨૨થી)

૫AB: કોઈ પણ વ્યક્તિ દ્વારા નોંધાયેલ કરદાતાને સ્થાવર મિલકત ભાડે આપવાની સેવા – સેવાના રિસીપિઅન્ટ તરીકે નોંધાયેલ વેપારી (જાહેરનામા ક્રઃ ૯/૨૦૨૪ તાઃ ૮.૧૦.૨૦૨૪-અમલ, તાઃ ૧૦.૧૦.૨૦૨૪ થી). અગાઉ કોઈપણ મિલકત શબ્દો હતા બાદમાં તા ૨૨.૧૦.૨૦૨૪ ના corrigendum દ્વારા સ્થાવર મિલકત શબ્દો રખાયા.

૫C કોઈપણ વ્યક્તિ દ્વારા પ્રોજેક્ટના બાંધકામ માટે ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટ્સ અથવા FSI કે વધારાની FSI તબદીલ કરવાની સેવા) – રિસીપિઅન્ટ તરીકે પ્રોમોટર (જાહેરનામા ક્રઃ૫/૨૦૧૯ તાઃ ૨૯.૦૩૨.૨૦૧૯, અમલ તાઃ ૧.૪.૨૦૧૯) 

૫ભ કોઈપણ વ્યક્તિ દ્વારા જમીનની ૩૦ વર્ષથી વધુની એટલે કે લાંબા ગાળાની લીઝ માટે અપાતું one time premium કે annual lease premium અથવા salami, cost, price, development charges or by any other name) and/or periodic rent for construction of a project by a promoter- પ્રમોટર (જાહેરનામા ક્રઃ ૫/૨૦૧૯ તાઃ ૨૯.૦૩૨.૨૦૧૯)

૬. ડાયરેક્ટર દ્વારા કંપનીને પૂરી પાડવામાં આવતી સેવાઓ- ડાયરેક્ટર- રિસીપિઅન્ટ તરીકે કંપની (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭) 

૭ ઇન્સ્યોરન્સ એજન્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ- એજન્ટ- રિસીપિઅન્ટ તરીકે ઇન્સ્યોરન્સ કંપની (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૮ રિકવરી એજન્ટ દ્વારા બેંક કે નાણાકીય સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ- એજન્ટ- રિસીપિઅન્ટ તરીકે બેંક કે નાણાકીય સંસ્થાઓ (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૯ કોપી રાઈટને લગતી સેવાઓ- કોપી રાઈટ ધરાવનાર લેખક (માત્ર તા ૩૦.૦૯.૨૦૧૯ સુધી), મ્યુઝીક કોમ્પોઝર, ફોટોગ્રાફર, કલાકાર, અને અન્ય દ્વારા તેમની રચના Copyright Act, ૧૯૫૭ ની કલમ ૧૩(ક)(અ) ની જોગવાઈઓ મુજબ વાપરવા દેવાની સેવા -પબ્લિશર, રિસીપિઅન્ટ તરીકે મ્યુઝીક કંપની કે પ્રોડયુસર (જાહેરનામા ક્રઃ ૧૩/૨૦૧૭ તાઃ ૨૮.૦૬.૨૦૧૭)

૯A કોપી રાઈટને લગતી સેવાઓ- કોપી રાઈટ ધરાવનાર લેખક (માત્ર તા ૦૧.૧૦.૨૦૧૯ થી શરુ) દ્વારા તેમની રચના Copyright Act, ૧૯૫૭ની કલમ ૧૩(ક)(અ)ની જોગવાઈઓ મુજબ વાપરવા દેવાની સેવા- રિસીપિઅન્ટ તરીકે  પબ્લિશર (જાહેરનામા ક્રઃ ૨૨/૨૦૧૯ તાઃ ૩૦.૦૯.૨૦૧૯). જો કે લેખક પોતે પણ FCM મુજબ વેરો ભરવાનો વિકલ્પ તા ૩૧.૧૦.૨૦૧૯ સુધી આપી શકતા હતા.

૧૦. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓવરસીઇંગ કમિટી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ-સભ્યો-RBI (જાહેરનામા ક્રઃ૩૩/૨૦૧૭ તાઃ ૧૩.૧૦.૨૦૧૭)

૧૧  બોડી કોર્પોરેટ, ભાગીદારી કે LLP rmJtg Individual Direct Selling Agents (DSAs) ની સેવા – રિસીપિઅન્ટ તરીકે banking company or a non-banking financial company, located in the taxable territory (જાહેરનામા ક્રઃ૧૫/૨૦૧૮ તાઃ ૨૬.૦૭.૨૦૧૮)

૧૨  Business facilitator (BF) ની સેવાઓ- રિસીપિઅન્ટ તરીકે banking company, located in the taxable territory (જાહેરનામા ક્રઃ ૨૯/૨૦૧૮ તાઃ ૩૧.૧૨.૨૦૧૮)

૧૩ Agent of business correspondent (BC)ની સેવાઓ to business correspondent (BC). -An agent of business correspondent (BC) -A business correspondent, located in the taxable territory. (જાહેરનામા ક્રઃ૨૯/૨૦૧૮ તાઃ ૩૧.૧૨.૨૦૧૮)

૧૪ કોઈપણ વ્યક્તિ દ્વારા (સરકાર સિવાય) નોંધાયેલ કરદાતાને સિક્યોરિટી માટેના માણસો પૂરી પાડવાની સેવાઓ   – Any person other than a body corporate – A registered person, located in the taxable territory.. (જાહેરનામા ક્રઃ૨૯/૨૦૧૮ તાઃ ૩૧.૧૨.૨૦૧૮)

૧૫ કોઈપણ વ્યક્તિ દ્વારા બોડી કોર્પોરેટને મોટર વાહન ભાડે આપવાની સેવા. – કોઈપણ વ્યક્તિ જે ૧૨% ના દરે વેરો ચાર્જ કરેલ ઇન્વોઇસ ઈશ્યુ ન કરે – Any body corporate located in the taxable territory. 

૧૬ Securities Lending Scheme, ૧૯૯૭ હેઠળServices of lending of securities under SEBI – જે વ્યક્તિ પોતાની ડીપોઝીટ મુકે- borrower. (જાહેરનામા ક્રઃ ૨૨/૨૦૧૯ તાઃ ૩૦.૦૯.૨૦૧૯)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *