ધર્મ એટલે ?? :- ધર્મની કોઈ સંકુચિત વ્યાખ્યા નથી. ધર્મ આકાશ જેવો વિશાળ છે. જે બધાને સમાવી લે તેનું નામ ધર્મ. જેમાં બીજાનું હિત સમાયેલું હોય તે ધર્મ परहित समा धर्म न दुजा ।
પરમ ધર્મના ચાર લક્ષણ (૧) ધર્મનિધેષ- નિષ્કલંક હોવો જોઈએ. (૨) ધર્મ ધંધો ન બનવો જોઈએ. (૩) ધર્મની આડમાં હોશિયારી કે ચાલાકી ન હોય (૪) ધર્મ ગતિશીલ હોવો જોઈએ… ધર્મ આત્માને પ્રસન્ન કરનારો છે, આરોગ્યપદ છે તે પુષ્ટિ અને વૃદ્ધિ કરનારો છે. ધર્મ માત્ર પોથીમાં નહીં આત્માનું સમાજનું રાષ્ટ્રનું જન્મનું કલ્યાણ કરનાર હોવો જોઈએ. મંદિર એ મનને ઈશ્વર પ્રત્યે કેન્દ્રિત અને આસ્થા વધારવાનું ઈશ્વરનું ઘર છે “ઈન્સાફ કા મંદિર હે યે ભગવાન ઘર હૈ” જીવનની દરેક અવસ્થામાં દરેક કાર્યોમાં, દરેક સ્થાનોમાં, દરેક ઉંમરમાં, દરેક પરિસ્થિતિમાં ધર્મ એ કેન્દ્રસ્થાનમાં રહેવા જોઈએ.