ફિલ્મના રિલીઝ પહેલા જ અલ્લુ અર્જૂનને ચાંદી, ‘પુષ્પા 2’એ 900 કરોડનો કરી લીધો બિઝનેસ

અલ્લુ અર્જૂન સ્ટારર ફિલ્મ પુષ્પા સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે, લોકો તેના ફેન બની ગયા અને ફિલ્મના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકોની આતુરતાનો અંત આવી રહ્યો છે અને ફિલ્મ પુષ્પાનો બીજો પાર્ટ ‘પુષ્પા 2’ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ‘પુષ્પા 2’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ‘પુષ્પા 2’એ રિલીઝ પહેલા જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે. પુષ્પાનો પહેલો પાર્ટ વર્ષ 2021માં આવ્યો હતો. જ્યારથી ફિલ્મના બીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચાહકો તેના રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મે રિલીઝ પહેલા જ ડિજિટલ રાઈટ્સથી કરોડોનો બિઝનેસ કરી લીધો છે.

આટલા રૂપિયામાં વેચાયા ઓટીટી રાઈટ્સ

એક અહેવાલ પ્રમાણે ‘પુષ્પા 2’એ રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે ઓટીટી રાઈટ્સ અને સેટેલાઈટ રાઈટ્સથી 900 કરોડનો બિઝનેસ કરી લીધો છે. જો કે, મેકર્સે હજુ સુધી ફિલ્મના ડિજિટલ રાઈટ્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. ફિલ્મ ખૂબ જ તગડો બિઝનેસ કરશે. કેટલાક રિપોર્ટસ પ્રમાણે ફિલ્મના થિયેટ્રિકલ રાઈટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે.

આ પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ

મીડિયા અહેવાલ પ્રમાણે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix)એ ‘પુષ્પા 2’ના રાઈટ્સ ખરીદ્યા છે. નેટફ્લિક્સે 270 કરોડ રૂપિયામાં તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી અને મલયાલમ ભાષામાં ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા છે. ‘પુષ્પા’ના ઓટીટી રાઈટ્સ પ્રાઈમ વિડિયોએ 50 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.તમને જણાવી દઈએ કે ‘પુષ્પા 2’ પહેલા 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે તેને પોસ્ટપોન કરીને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું છે. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *