‘હેરાફેરી’ ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ બાબતે થયેલી તકરારનો નિવેડો આવતાં હવે ‘હેરાફેરી થ્રી’ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરવા સહિતની કામગીરી હવે શરુ થશે. ઇરોઝ અને ફિરોઝ નડિયાદવાળા વચ્ચે ફિલ્મના રાઈટ્સ બાબતે કાનૂની તકરાર થઈ હતી. પરિણામે ફિરોઝ નડિયાદવાળા ‘ હેરાફેરી ૩’નું શૂટિંગ શરૂ કરી શકતો નહોતો.આખરે નડિયાદવાળાએ ઈરોઝવાળાને બાકીનાં નાણાં ચૂકવી દીધાં છે. તેણે અદાલતમાંથી નો ડયૂ સર્ટિફિકેટ પણ મેળવી લીધું છે. હવે તે પોતાની ઇચ્છા અનુસાર ફિલ્મ બનાવા માટે સ્વતંત્ર છે. હવે તે સ્ક્રિપ્ટ અને કાસ્ટિંગ સહિતની બાબતો ફાઈનલ કરશે. ‘હેરાફેરી’ સીરિઝની ફિલ્મોનો એક અલાયદો ચાહક વર્ગ છે. તેઓ લાંબા સમયથી આ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.