પુષ્પા ટૂ લાંબી ચાલે તો નુકસાનનો ભય હતો. સંક્રાંત વીકએન્ડનો લાભ લેવા ૧૦મી જાન્યુઆરી પર ઠેલાઈઃ ફિલ્મ બનતાં ચાર વર્ષ લાગ્યાં.
મુંબઇ,તા: રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ હવે ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મની રીલિઝ તારીખ વારંવાર બદલવામાં આવી છે.આ વખતે ‘પુષ્પા ટૂ’ સામે સંભવિત મુકાબલો ટાળવા અને સંક્રાંત વીક એન્ડનો લાભ લેવા માટે તારીખ બદલાઈ છે.આ ફિલ્મ એનાઉન્સ થયાને ચાર વર્ષ વીતી ગયાં છે. તે પછી તેની રીલિઝ ડેટ વારંવાર બદલાયા કરે છે. છેલ્લે છેલ્લે તો નિર્માતા દિલ રાજુએ વાયદો આપ્યો હતો કે આ ફિલ્મ આગામી નાતાલ વખતે રીલિઝ થઈ જ જશે.
જોકે, તા. છઠ્ઠી ડિસેમ્બરે ‘પુષ્પા ટૂ’ રીલિઝ થવાની છે. આ ફિલ્મ જો બે અઠવાડિયાંથી વધારે લાંબી ચાલી જાય તો ‘ગેમ ચેન્જર’ના બિઝનેસ પર અસર પડી શકે તેમ છે. બીજી તરફ આવતી સંક્રાંત વખતે કોઈ મોટી ફિલ્મ રીલિઝ થતી નથી. ખાસ કરીને સાઉથમાં આ દિવસો દરમિયાન રજાઓ હોય છે એટલે તેનો લાભ લેવાની નિર્માતાઓની ગણતરી છે.