આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત, પોરબંદર આમ આદમી પાર્ટી દશેરા બાદ જીલ્લાના પ્રબુદ્ધો સાથે યોજશે સમીક્ષા બેઠકો: કોંગ્રેસમાંથી આવેલા સીનિયર આગેવાન ભાર્ગવ જોશીને મળશે મોટી જવાબદારી
સંગઠનમાં સતત વધારો નોંધાવી રહેલ પોરબંદર જીલ્લા આમ આદમી પાર્ટી, પ્રદેશના નેતાઓ માનનીય જગમાલભાઈ વાળા (કાર્યકારી પ્રદેશ પ્રમુખ) સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ પ્રભારી, તેમજ રાજુભાઈ બોરખતરીયા (સરપંચશ્રી મટીયાણા) સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પ્રભારીના માર્ગદર્શન હેઠળ તથા જીલ્લાના આગેવાનો સર્વશ્રી પરબતભાઇ બાપોદરા, જીવનભાઈ જૂંગી, મેરૂભાઇ ઓડેદરા અને ભાર્ગવ જોષી સહિતના આગેવાનો, આવનારી સ્થાનીક સ્વરાજયની ચૂંટણી અંતર્ગત જીલ્લા તાલુકા તેમજ રાણાવાવ કુતિયાણા પાલિકાની ચૂંટણીઓ લડવા ઈચ્છુંક ઉમેદવારો અને જનતાનો મિજાજ જાણવાના ભાગરૂપે જીલ્લા, તાલુકા અને શહેરોના સામાજીક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સેવાભાવી આગેવાનો તેમજ વોર્ડ, બુથના તજગ્નો સાથે મહત્વ પૂર્ણ બેઠકો યોજશે.
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની અને લોકોની સુવિધામાં વધુ આસાની થાય એવા પરિણામો લાવવાની ઉત્સુકતા આમ આદમી પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓમાં છે, વધુમાં પાર્ટીના સંગઠનનો ફેલાવો ઉતરોતર વધી રહ્યો હોય, સૌરાષ્ટ્ર ની જવાબદારી સંભાળી રહેલાં અનુભવી અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષશ્રી જગમાલભાઈ વાળા, પાર્ટી કાર્યકરોના ઉત્સાહને ચૂંટણી પરિણામોમાં ફેરવવા માંગતા હોવાથી, સૌરાષ્ટ્રના સંગઠન પ્રભારી રાજુભાઈ બોરખતરીયાને પાર્ટીના આલા નેતાઓએ સમીક્ષા બેઠકો યોજવાનો નિર્દેશ આપ્યો છે.
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને વિવિધ સમીકરણો, વિસ્તારોની હાલત, સોશિયલ એન્જીનીયરિંગ અને મતદારોના મિજાજને પારખવાની આવડત ધરાવતાં, લડાયક તેમજ અનુભવી નેતા ભાર્ગવ જોશીને આ તકે મોટી જવાબદારી મળવાના પાર્ટીએ એંધાણ આપ્યા છે.
આ તકે જીલ્લા પ્રમુખ પરબતભાઇ બાપોદરા, વિધાનસભાની ચૂંટણી લડેલા પૂર્વ ઉમેદવાર અને સિનિયર આગેવાન જીવનભાઈ જૂંગી, પ્રદેશ નેતા મેરૂભાઇ ઓડેદરા, વિનેશભાઈ મકવાણા, રાણાવાવના આપ નેતા ભરતભાઈ રાઠોડ, શહેર પ્રમુખ ચેતનભાઈ સવજાણી, સીનિયર આગેવાનો પુંજાભાઈ કેશવાલાના નિરંતર પ્રયાસોથી પોરબંદરમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં સતત નવા ચહેરાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં આપ મજબૂત દાવેદારી નોંધાવવા માંગતી હોવાના સંકેતો પ્રાપ્ત થાય છે.