આજકાલ હિંદી સિરિયલોમાં મહિલા અભિનેત્રીઓ મોટે ભાગે છૂટા વાળ જ રાખે છે. તેમાં પીન, ક્લીપ કે રબર કશું જ ભરાવતી નથી. કોલેજ જતી કન્યાઓમાં તથા પાર્ટી અને લગ્ન પ્રસંગે પણ છૂટ્ટા વાળ રાખવાની ફેશન થઈ ગઈ છે. આ સ્ટાઈલ ખૂબ જ સરસ છે અને લગભગ દરેકને ગમે છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે દરેકના વાળ સુંવાળા અને સીધા નથી હોતા કે તે છુટ્ટા રાખી શકે. ઘણી છોકરીઓના વાળ બરછટ, વાંકડિયા કે નિસ્તેજ હોય છે.પરંતુ હવે બજારમાં વાળ માટે એટલા બધા વિવિ ઉત્પાદનો મળે છે કે તેના યોગ્ય ઉપયોગ દ્વારા તમે તમારા વાળને ચમકીલા, સુંવાળા તથા સીા કરી શકો છો. જરૂર છે માત્ર થોડી સમજની.માઉઝીસ : આ દ્વારા વાળને સારો શેપ તથા કર્લ આપી શકાય છે. તે બધા જ પ્રકારના વાળ માટે ઉપયોગી છે. માઉઝીસમાં રહેલા યુમેકટથી વાળનો ભેજ જળવાઈ રહે છે તેમાં રહેલા હળવા રેષાઓને કારણે કર્લ યથાવત્ રહે છે.
ભીના વાળ હોય ત્યારે માઉઝીસને હાથ ઉપર લઈ ભીના વાળ ઉપર લગાડો અને કર્લ તથા કુદરતી ચમક જાળવવા વાળ ઉપર હળવે હાથે ઘસો.
સીધા વાળ રાખવા તથા તેની જાડાઈ વધારવા, વાળમાં ચમક વારવા તથા કર્લને ટકાવવા માટે માઉઝીસનો ઉપયોગ કરવો.
માઉઝીસ લગાડેલા ભીના વાળમાં હેરસ્ટાઈલ કરવાથી તે સ્ટાઈલ લાંબો સમય ટકશે. વાળને બ્લોડ્રાય કરો અને વાળ વાંકડિયા હોય તો ડ્રાયરનું ડીફઝર એટેચમેન્ટ વાપરો.
માઉલ્ડર્સ અને શેપર્સ : નાના વાળને શેપ આપવા તથા ઊડતા વાળ સુંદર દેખાવા માટે ખૂબ સારું ઉત્પાદન છે.
જેલ કે વેક્સની બદલે માઉલ્ડર્સ હળવું તથા તેના દ્વારા વાળની લટો માઈલ્ડ કરેલી અથવા કર્લ કરેલી સારી લાગશે.
આ ઉત્પાદન કોરા વાળમાં વાપરવું. તમારા હાથમાં લઈને આંગળી દ્વારા વાળમાં લગાડવું. નાના વાંકડિયા અને જેમને લહેરાતા વાળ ગમતાં હોય તેમના માટે ખૂબ જ સારું ઉત્પાદન છે. જ્યારે તમે વાળમાં કોઈ ચીકણો પદાર્થ લગાડો છો ત્યારે વાળ ચીટકી જાય છે પરંતુ આ જરાક લગાડવાથી પણ લાંબા સમય સુધી ચાલશે.
વેક્સ એ પોમેડ : સ્ટેપક્ટ થયેલા વાળના સ્ટેપને સુંદર રાખવા તથા સીધા વાળને વધુ સુંવાળા બનાવવા આ ઉત્પાદન વાપરો.
આમાં સૌથી વધારે પેટ્રોલિયમ વપરાય છે જે વાળને સુંદર બનાવે છે તે ઉપરાંત આમાં આછું યુમેકટન્ટ હોવાથી વાળમાં ભેજ રહેતો નથી અને તે છુટ્ટા લાગે છે.
હથેળીમાં થોડું લઈને વાળમાં લગાડો અને વાળ કોરા જ લાગશે.
સામાન્ય, જાડા તથા ખૂબ જ વાંકડિયા વાળ માટે તથા એકદમ નાના કાપેલા વાળમાં પણ ચાલશે.
વધારે પડતા પોમેડના ઉપયોગથી વાળ લહેરાશે પણ તેની કુદરતી ચમક જશે અને લગાડયા બાદ વાળને વોટર મોલ્યુબલ વેક્સ અથવા ક્લેરીફાઈંગ શેમ્પૂ વડે ધોેવા.
જેલ : ભીના અથવા સુકા વાળને શેપ આપવા જેલ લગાડો. જેલ સુકાઈ જતા તમારા વાળ યથાવત્ રહે છે.
પ્રવાહી હેરસ્પ્રેની જેમ તેમા પણ પોલીમર રેષા હોય છે જે સુકાઈ જતા વાળ ઉપર પકડ જમાવે છે.
હથેળીમાં લઈ બંને હાથે ચોપડો અને પછી બંને હાથ વાળ ઉપર લગાડો તથા માથું ઓળો.
વાળની પોની-ટેલ બાંધવામાં ઉત્તમ સાબિત થાય છે. તે ઉપરાંત તે સીા અને વાંકડિયા વાળ માટે પણ ઉપયોગી છે. તે વાળને ચીકણા અને ભેગા રાખવામાં સહાયક હોવાથી હેરસ્ટાઈલ વખતે પણ લગાડી શકાય.
લાંબા સીધા વાળમાં જેલ લગાડવાથી વાળ ચીકણા અને નિર્જીવ દેખાશે. જેલના વધુ પડતા ઉપયોગથી વાળ કડક અને અકુદરતી દેખાશે.
વોલ્યુમાઈઝર : વાળને એક પ્રકારનું વોલ્યુમ આપે છે. ભીના રેષાઓ વાળને ફુલાવે છે જેથી તેની જાડાઈ વધારે લાગે અને ક્યુટીકલ્સને પણ અંદર સમાવે છે.
વાળને ડ્રાય કરતા પહેલી ભીના વાળ ઉપર સ્પ્રે કરો, તથા વાળના મૂળમાં આંગળીથી લગાડયા બાદ મસાજ કરો. વળી ગયેલા નિસ્તેજ વાળમાં વાપરી શકાય. કંડીશનરથી ઘણીવાર વાળ નિસ્તેજ લાગે છે પરંતુ આનાથી વાળને પોષણ પણ મળશે.
વાળ વાંકડિયા હશે તો આ લગાડવાથી તમને એક નવું લુક મળશે.
ગ્લોઝર અને શાઈનર્સ : નિસ્તેજ વાળને ચમકદાર બનાવે. તે સ્વચ્છ, હળવા સીરમનું સ્પ્રે તથા ક્રીમના રૂપમાં આવે છે. એના ક્રોટીંગથી વાળ એકસરખા લાગશે.
આંગળીઓ વચ્ચે સીરમ લઈને વાળ ઉપર લગાડો, ઉપરથી નીચે તરફ જ આંગળીઓ ફેરવો.
વાંકડિયા વાળ નીચેથી અસ્ત વ્યસ્ત થઈ જતા તથા સીા પણ નિસ્તેજ તથા વધુ પડતી હેરસ્ટાઈલ કરીને બગડી ગયેલા વાળ માટે યોગ્ય છે.
પરંતુ આના વધારે ઉપયોગથી વાળ તૈલીય લાગશે. તેથી ખૂબ જ થોડું લગાડો.
કર્લ બુસ્ટર : પર્મ કરેલા વાળ તથા કર્લ કરેલા વાળને કુદરતી ઓપ આપવા માટે કર્લ બુસ્ટર વપરાય છે.
જેલ અને કન્ડીશનર કરતા વધુ સારું કામ અપશે. વાળને ટુવાલથી કોરા કરીને હાથેથી જુદા જુદા વાળ કરીને મૂળથી નીચે સુધી આંગળીઓ વડે લગાડો અને તેને સુકાવા દો, ડ્રાયર નહિ વાપરો. આનાથી વાળને સુંવાળા, કુદરતી વળાંક મળશે.
નવા પર્મ ઉપર લગાડતા પહેલા બે દિવસ રાહ જુઓ, નવા પર્મ કરેલા વાળ ઉપર કોઈપણ પદાર્થ લગાડશે તો વાળ ખરી જશે.
સ્ટ્રેટનીંગ આમ : વાળને સીધા સરળ તથા સુંવાળા રાખવા માટે આ ઉત્પાદન વાપરો. આમાં પાણી આધારિત સીલીકોન કોટ હોવાથી તે વાળને સીધા બનાવે છે તેનાથી વાળ ઉતરશે નહિ તથા વધુ નુકસાન થશે નહિ. તથા વાળની ચમક પણ વધશે.
તમારા વાળ સારા હશે તો તેમાં હળવું ક્રીમ લગાડો તથા જો તમારા વાળ જાડા હોય તા ભારે ક્રીમ લગાડો. બ્લોડ્રાય કરતા પહેલા ભીના વાળ ઉપર લગાડો. ડ્રાયર દ્વારા વાળને સીધા કરતા પહેલા વારાફરતી લગાડો.
વાંકડિયા વાળને સીધા કરવા માટે ખાસ ઉપયોગી સાબિત થાય છે. આનો ઉપયોગ સ્ટ્રેટનીંગ શેમ્પૂ સાથે પણ થાય.
જેમના વાળ ખૂબ જ વાંકડિયા હોય તેમણે જ આનો ઉપયોગ કરવો. કારણ કે આવા વાળને જ આવા ભારે રસાયણની જરૂર હોય છે તે ઉપરાંત ઘણીવાર હેરસ્ટાઈલ કરવામાં પણ ઉપયોગી છે.
હેર સ્પ્રે : હેરસ્પ્રેથી તમારી હેર-સ્ટાઈલ યથાવત્ રહે છે. હેરસ્પ્રેમાં પોલીમર્સ વાળ ઉપર પકડ જમાવી તેને છૂટા પડવા દેતા નથી. ભારે હેરસ્પ્રેમાં પોલીમર્સ વધારે હોય છે જ્યારે હળવા હેરસ્પ્રેમાં તે ઓછા પ્રમાણમાં હોય છે.
હેરસ્પ્રે લગાવતી વખતે વાળથી ૬ થી ૧૨ ઈંચ બોટલ દૂર રાખો. જો તે વાળમાં નજીકથી લગાવશો તો વાળ ખૂબ વજનદાર બનશે અને વાળ ખૂબ તૂટશે.
હેર સ્પ્રેના વધુ પડતા ઉપયોગથી વાળ સૂકા, કડક તથા બરછટ બનશે.
ચીકણા અને નિર્જીવ દેખાશે. જેલના વધુ પડતા ઉપયોગથી વાળ કડક અને અકુદરતી દેખાશે.