યુગલ શાહરુખ ખાનનું પડોશી બનશે. માતાપિતા બન્યા પછી તરત નવાં ઘરમાં શિફ્ટ થાય તેવી સંભાવના.
દીપિકા પદુકોણ અને રણવીર સિંહ બાંદરાના બેન્ડસ્ટેન્ડ અને શાહરૂખ ખાનના મન્નત બંગલાની નજીક ૧૦૦ કરોડ રૂપિયામાં ઘર બનાવી રહ્યા છે. જેનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. દીપિકા આવતા મહિને માતા બને તેવી સંભાવના છે. તે પછી બંને આ નવાં ઘરમાં શિફ્ટ થાય તેવી અટકળો છે. દીપિકાઅને રણવીરસિંહનું આ ઘર ૧૧,૨૬૬ સ્કે. ફૂટમાં ફેલાયેલું છે તેમજ ૧૩૦૦ સ્કે. ફૂટની અલગટેરેસ પણ છે. બિલ્ડિંગના ચાર માળ ધરાવતું આ એપાર્ટમેન્ટ ૧૬ થી ૧૯મા માળ પર છે. આ ઉપરાંત દીપિકા અને રણવીરે ૨૦૨૧માં અલીબાગમાં ૨૨ કરોડ રૂપિયાનો બંગલો પણ ખરીદ્યો છે. હાલ દીપિકા અને રણવીર પ્રભાદેવી વિસ્તારમાં રહે છે. જોકે, મોટાભાગના સ્ટાર્સ બાન્દ્રા કે જુહુ જેવા વિસ્તારોમાં રહે છે. હવે દીપિકા અને રણવીર પણ ફિલ્મ સ્ટારોના વિસ્તારમાં શિફ્ટ થશે.