રશ્મિકા સાથે આયુષમાનની જોડી હશે. સ્ત્રી ટૂ ફિલ્મના એન્ડમાં આ ફિલ્મની વાર્તાનો ઈશારો આપી દેવાયો છે.
રશ્મિકા મંદાનાની ‘વેમ્પાયર ઓફ વિજય નગર’નું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરુ થશે. આ હોરર કોમેડીમાં આયુષમાન ખુરાના તેનો સહકલાકાર હશે. આ ફિલ્મની વાર્તાનો ઈશારો ‘સ્ત્રી ટૂ’ના અંતમાં વરુણ ધવન દ્વારા આપી દેવાયો છે. ફિલ્મની મોટાભાગની ક્રૂ પણ ‘સ્ત્રી ટૂ’ બાદ રીપિટ થી રહી છે. ફિલ્મની ટીમ ઓકટોબરમાં દિલ્હીમાં શૂટિંગ શરૂ કરશે અને ફિલ્મ વિજયનગરના ઇતિહાસને આધુનિક દિલ્હીથી જોડશે. ઉત્તર ભારતીય શહેરની ઝલક ફિલ્મમાં દેખાડાશે. આયુષમાન એક સ્પોર્ટસ પ્રેમીની ભૂમિકામાં હશે તેમ જાણવા મળે છે. તાજેતરમાં ‘મુંજિયા’ અને ‘સ્ત્રી ટૂ’ એમ બે હોરર ફિલ્મો ઉપરાછાપરી હિટ થઈ છે. તેના કારણે મેકર્સને આ ફિલ્મ માટે નવી આશા જાગી છે.