30 વર્ષ પછી આમિર-રજનીકાંત સ્ક્રિન શેર કરશે. લોકેશ કનગરાજની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રાણા દગ્ગુબાતી સહિતના કલાકારો.
રજનીકાંતની ભૂમિકા ધરાવતી લોકેશ કનગરાજની ફિલ્મમાં આમિર ખાન એક કેમિયો કરવાનો છે. બંને ૩૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે. અગાઉ ૧૯૯૫માં ‘આતંક હી આતંક’ ફિલ્મમાં બંને સાથે દેખાયા હતા. આ ફિલ્મમાં ખલનાયકનો રોલ નાગાર્જુન ભજવવાનો હતો પરંતુ સમૂસુથરું પાર ન પડતાં હવે કન્નડ અભિનેતા ઉપેન્દ્ર રાવ આ ફિલ્મમા ં વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન,શ્રુતિ હાસન અને રાણા દગ્ગુબાત્તી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલમનું શૂટિંગ જુલાઇ મહિનામાં જ હૈદરાબાદમાં શરૂ થઇ ચુક્યું છે. ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થાય તેવું પ્લાનિંગ છે.