જૉ રૂટે એક ઝટકામાં તોડ્યો રાહુલ દ્રવિડ અને એલન બોર્ડરનો રેકૉર્ડ, તેંડુલકરને પણ પાછળ છોડી કીર્તિમાન રચવાની તક

ઈંગ્લેન્ડનો સ્ટાર બેટર જૉ રૂટ એક પછી એક રેકોર્ડ તોડીને દરરોજ નવો ઈતિહાસ બનાવી રહ્યો છે. માન્ચેસ્ટરમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ 5 વિકેટે જીત મેળવી તેની સાથે જૉ રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધીસદી ફટકારનાર અંગ્રેજ ખેલાડી બની ગયો. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદીનો રાહુલ દ્રવિડ અને એલન બોર્ડરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે તે મહાન ખેલાડી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાથી માત્ર પાંચ અડધી સદી દૂર છે. આટલું જ નહીં જૉ રૂટ માન્ચેસ્ટરમાં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટર પણ બની ગયો છે.

જો રૂટ ત્રીજા સ્થાને પહોંચી ગયો 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારની યાદીમાં  68 અડધી સદી સાથે ભારતના મહાન બેટર સચિન તેંડુલકર ટોચ પર છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો શિવનારાયણ ચંદ્રપોલ 66 અડધી સદી સાથે બીજા નંબર પર છે. માન્ચેસ્ટર ટેસ્ટની ચોથી ઈનિંગમાં પોતાની અડધી સદી સાથે જૉ રૂટના નામે હવે 64 અડધી સદી થઈ ગઈ છે. આ મામલે તેણે રાહુલ દ્રવિડ (63) અને એલન બોર્ડર (63)ને પાછળ મુકીને ત્રીજા સ્થાન પર કબજો જમાવી લીધી છે.

ઇંગ્લેન્ડ માટે ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ 50+નો સ્કોર

11 –   માઈક આથર્ટન

11 – એલિસ્ટર કૂક

10 – જ્યોફ  બોયકોટ

10 – જો રૂટ

ટેસ્ટમાં માન્ચેસ્ટરમાં સૌથી વધુ 50+ સ્કોર

8 – જો રૂટ

7 –  ઇયાન બેલ

7 –  ડેનિસ કોમ્પટન

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી

68 – સચિન તેંડુલકર

66 – એસ ચંદ્રપોલ

64 – જો રૂટ

63 – એલન બોર્ડર

63 – રાહુલ દ્રવિડ

62 – રિકી પોન્ટિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *