એક તરફ કતારમાં અમેરિકા અને તેના સાથી દેશો શાંતિ માટે યત્નો કરે છે ત્યારે ઇરાન-ઇઝરાયેલને નશ્યત કરવા ધમકી આપે છે.વૉશિંગ્ટન : અમેરિકાના એક જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાન જો ઇઝરાયલ ઉપર હુમલો કરશે તો ખેદાન મેદાન થઇ જશે તેટલું જ નહીં પરંતુ ગાઝા યુદ્ધમાં યુદ્ધ વિરામ રાખવાના પ્રયત્નો પર પાણી ફરી વળશે.
તે સર્વવિદિત છે કે હમાસના નેતાની ઇરાનમાં થયેલી હત્યાનો આક્ષેપ ઇઝરાયલ ઉપર મુકતાં ઇરાને તેનું વેર વાળવાના શપથ લીધા છે. પરંતુ તે હત્યામાં પોતાનો જરાક પણ હાથ હોવાનો ઇઝરાયલે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમ છતાં ઇરાન ઇઝરાયલ ઉપર વેર વાળવા તરસી રહ્યું છે. ત્યારે અમેરિકાએ ઇરાનને ખુલ્લી ધમકી આપતાં કહી દીધું છે કે જો ઇઝરાયલ પર હુમલો કરશો તો ખેદાન મેદાન થઇ જશો.આ ધમકી અમેરિકાને ત્યારે આપવી પડી છે કે જ્યારે ઇરાને પહેલાં ઇઝરાયેલ પર આક્રમણ કરવાની ધમકી આપી હતી.તે સર્વવિદિત છે કે આ યુદ્ધમાં શાંતિ સ્થાપવા અને ઓછામાં ઓછો ૧-૨ સપ્તાહનો યુદ્ધ વિરામ રાખવા ઇઝરાયેલ હમાસને સમજાવવામાં આવશે.અમેરિકાના પ્રમુખ જો બાયડેને શુક્રવારે કહ્યું હતું કે આ ૧૦ મહિનાથી ચાલતાં ગાઝા યુદ્ધમાં આગામી બે દિવસમાં જ યુદ્ધ વિરામ યોજાવાની શક્યતા છે. આ સાથે અમેરિકાનાં નેતૃત્વ નીચેના મધ્યસ્થીઓ સઘન પ્રયત્નો કતારમાં મળનારી બેઠકમાં સફળતા મળે તેવી આશા છે.