સોના-ચાંદીમાં આગેકૂચ : દેશમાં પ્રિમિયમ દાયકાની ટોચે પહોંચ્યું

  મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં સુધારો આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે નીચા મથાળે માગ વધતાં ઝવેરી બજારમાં આજે નવી વેચવાલી ધીમી રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંશના ઉંચામાં ૨૪૦૦ ડોલરનીસપાટી ફરી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૮૩૫૦ વાળા રૂ.૬૮૫૨૫ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૮૬૫૦ વાળા રૂ.૬૮૮૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૮૧૫૦૦ વાળા રૂ.૮૨૨૦૦ થઈ રૂ.૮૨૧૯૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૮૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૧૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૨૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૮૭થી ૨૩૮૮ વાળા વધી ઉંચામાં ભાવ ૨૪૦૩થી ૨૪૦૪ થઈ ૨૩૯૨થી ૨૩૯૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ જે શનિવારે  બંધ બજારે રૂ.૮૩.૭૫ રહ્યા હતા તે આજે નીચામાં રૂ.૮૩.૭૦ થઈ રૂ.૮૩.૭૩ રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૦૭.૭૪ વાળા ઉંચામાં રૂ.૧૦૭.૮૮ થઈ ૧૦૭.૨૩ થયા પછી રૂ.૧૦૭.૪૭થી ૧૦૭.૪૮ રહ્યા હતા. યુરોના ભાવ રૂ.૯૦.૯૬ વાળા નીચામાં રૂ.૯૦.૬૪ થઈ રૂ.૯૦.૭૪થી ૯૦.૭૫ રહ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૪.૫૫ તથા નીચામાં ૧૦૪.૧૩ થઈ ૧૦૪.૪૩થી ૧૦૪.૪૪ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૪૦થી ૯૪૧ વાળા વધી ૯૫૦ થઈ ૯૪૪થી ૯૪૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૦૫થી ૯૦૬ વાળા ૯૧૭ થઈ ૯૧૦થી ૯૧૧ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૧.૧૩ વાળા નીચામાં ૮૦.૫૪ થઈ ૮૦.૫૮૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૭.૧૬ વાળા નીચામાં ૭૬.૫૩  થઈ ૭૬.૯૭ ડોલર રહ્યા હતા.  ચીનની નવી માગ અપેક્ષાથી ધીમી રહી હતી. 

 દરમિયાન, વૈશ્વિક ભાવની સરખામણીએ ભારતમાં સોનાના પ્રિમિયમો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ આસપાસ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવા પ્રિમિયમો ૧૦ વર્ષની ટોચે બતાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *