ઘરપરિસરને આર્ટિફિશિયલ ફેન્સિંગને બદલે લીલીછમ વાડથી શણગારો.
ઘરના રહીશોની સલામતી તથા ગોપનીયતા (એકાંત-પ્રાઈવસી) જાળવવા મહત્વની છે. પરંતુ લાખોકરોડોની કિંમતના અને સ્થાપત્યના નમૂના સમા ભવ્ય આવાસો ફરતે કમ્પાઉન્ડ વોલ કે સીમેન્ટના થાંભલાવાળી કાંટાળા તારની વાડ હોય એવું એક જમાનામાં ચાલી જતું.પણ આજના સમયમાં ઘણાને આવી આડશ કૃત્રિમ અને સોનાની થાળીમા ં લોઢાની મેખ જેવી લાગે છે. જોકે, હાથી પર તો અંબાડી જ શોભે એવો આગ્રહ રાખનારા લોકો માટે તેમના ઘરપરિસરને સજાવવા પરંપરાગત કમ્પાઉન્ડ વોલ,વાડના વિકલ્પ છે.
ઘટાદાર સ્વરુપે વિકસતા અને લીલાંછમ પાન ધરાવતા વિવિધ છોડવા(પ્લાન્ટ) તથા વિવિધ વેલ/વેલીઓની ફેન્સિગ આવાસને સલામતી પૂરી પાડે,ગોપનીયતા જાળવે તે સાથે આવાસના દેખાવ (Elevation)ને વધુ આકર્ષક તથા નયનરમ્ય પણ બનાવે છે. આવી ફેન્સિંગ મનની પ્રસન્નતા પણ વધારે છે.અલબત્ત,આવી ફેન્સિંગ હાઉસિંગ કોમ્પ્લેક્ષ માટે પણ કરવાની ફેશન પણ છે પ્લાન્ટ ફેન્સિંગનું હરિયાળાપણું અને સુંદરતા જેવી વિશેષતા કોને ન ગમે?
જોકે, ફેન્સિંગ માટે કોઈ પણ પ્લાન્ટ ઉપયોગમાં લેવાય તેવું નથી.આ માટે પ્લાન્ટની પસંદગી મહત્વની છે. ફેન્સિંગ માટેના કેટલાક પ્લાન્ટની માહિતી પ્રસ્તુત છે :
વાંસના છોડ : ફેન્સિંગ માટે જરૂરિયાત મુજબની સ્થિતિમાં ઉપયોગમાં લેવાય એવા પરિવર્તનશીલ પ્લાન્ટસમાં બામ્બ ુ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.આ પ્લાન્ટની વિશેષતા એ કે તે ઓછા પ્રકાશમાં અને માટી વગર ઈન્ડોર પ્લાન્ટ તરીકે ઉગી શકે છે.
લાંબા બામ્બુ પેદા કરતા પ્લાન્ટનો ઉપયોગ મજબૂત ફેન્સ માટે કરી શકાય.એશિયાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટે ભાગે વાંસની વાડ હોય તે સર્વ સામાન્ય છે.
જપાનીઝ હોલી : રાતા ટેટાવાળું બારેમાસ લીલું રહેતું એક ઝાડવું એટલે હોલી. આ ઝાડવાની લાકડી જેવી ડાળીઓના ધામક મહત્વ સિવાય ફેન્સિંગમાં પણ તેનો ઉપયોગ થાય છે. જપાનીઝ હોલી સારી એવી ઊંચાઈ સુધી વિકસે છે અને તેના કાંટાળા થડથી વાડ ઓળંગવી વધુ કપરુ બને છે
ઈંગ્લિશ આઈ વિ : આઇવિ એટલે ચળકતાં, ધેરાં લીલાં અને પાંચ ખૂણિયાં પાનવાળી બારે માસ લીલી રહેતી એક વેલ. આ એક ઝેરી લતા છે. રાજામહારાજાઓના જમાનામાં ચોરલૂંટારાને કિલ્લાની દિવાલ ચડીને નગરમાં ધૂસતા અટકાવવા કિલ્લાની દીવાલો પર આ વેલ ઊગાડાતી. ઈંગ્લિશ આઇવિ આ ઝેરી વેલનો સ્થાનિક પ્રકાર છે અને મોટે ભાગે તે બિનઝેરી હોય છે. તે અતિ ઝડપે વૃદ્ધિ પામે છે અને તેનાં પાંદડાં વાડના વિસ્તારમાં છવાયેલાં રહે છે. તેથી જોઈતી આડશ મળી રહે છે.
અમેરિકન હોલી : આ હોલી જપાનીઝ હોલી જેટલી ઊંચી થતી નથી પણ વાડ માટે જરુરી ઊંચાઈ અને પહોળાઈ જેટલી તેની વૃદ્ધિ થાય છે.આ વેલનાં પાન એટલાં ગીચ હોય છે કે તેની આરપાર જોવું મુશ્કેલ બને. એટલે જ મોટે ભાગે એકાંત જાળવવા આ વેલ ઊગાડાય છે. આ કારણે તેને પ્રાઈવસી વાડના હુલામણા નામે ઓળખવામાં આવે છે. આ વેલની નિયમિતપણે છાંટણી કરવી જોઈએ નહીં તો એ બેફામપણે ફેલાશે.
ક્લેમેટીસ : અર્થાત્ સુંદર પુષ્પવાળા વેલા. પ્લાન્ટના ફેન્સિંગમાં મુખ્યત્વે તો લીલો રંગ જ હોવાનો પણ એમાં થોડાક અન્ય રંગ ઉમેરાય તો વાડ વધુ સોહામણી લાગે. આ દ્રષ્ટિએ ફૂલો બેસતાં હોય એવી વેલીઓથી પણ આકર્ષક ફેન્સ બને. અલબત્ત, આમાં પ્રાઈવસી ઝાઝી ન જળવાય પણ પુષ્પોને લીધે વાડ રંગબેરંગી બને એ કંઈ ઓછું છે?
આવી વેલો પર પુષ્કળ પ્રમાણમાં પુષ્પો બેસે છે અને આધાર મળતાં જ વેલ ઉપરની તરફ આગળ વધે છે.લાકડાના થાંભલાઓ પર તેને ઉગાડી વાડ બનાવી શકાય.
ફર્ન્સ : અર્થાત અતિ નાજુક અને સૂંવાળાં પીંછા જેવાં પાંદડાંવાળા રોપા. અધિક પાદડાંવાળા ફર્ન્સ ફેન્સિંગ માટે વધુ યોગ્ય ગણાય છે ફેન્સિંગ માટે વધુ ઊંચાઈના ફર્ન્સ ન લેવા જોઈએ. ફેન્સ માટે બોસ્ટન ફર્ન મજબૂત પ્રકા ર મનાય છે.આવા રોપા દીવાલ પર ઉગાડવા જોઈએ જેથી દીવાલ હરિયાળી દેખાય. ફેન્સ માટે પ્લાન્ટનો ઉપયોગ કરવાથી ઘરપરિસર સુશોભિત થવા સાથે સોહામણો લાગશે તથા માણસનો પ્રકૃતિ સાથેનો સંબંધ આછાપાતળા સ્વરુપે પણ જળવાશે. રહેવા ની દ્રષ્ટિએ ઘરઘરજેવું લાગે સાથે પ્લાન્ટ -ની વાડહશે તો વિવિધ પક્ષીઓ,પતંગિયાં, ભ્રમર જેવા પ્રકૃતિના અન્ય પ્રતિનિધિઓના કલરવ/ગુંજારવનો આસ્વાદ પણ માણવા મળશે.