જાહ્વવીનો દાવો, મારી પાસે લાઈક્સ ખરીદવાના પૈસા નથી

  હું પૈસા ખર્ચીને પીઆર કરાવતી નથી.દર વખતે સોશિયલ મીડિયા પર વખાણ થાય એટલે લોકો માની લે છે કે આ તો પેઈડ હશે. 

જાહ્વવી કપૂરના દાવા અનુસાર પોતાની પાસે સોશિયલ મીડિયા પર લાઈક્સ ખરીદવાના પૈસા નથી. પોતે પૈસા ખર્ચીને પીઆર કરાવતી નથી.જાહ્વવીએ તાજેતરમાં એક સંવાદમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર કોઈ અમસ્તાં પણ વખાણ કરે તો લોકો એવી કોમેન્ટ કરે છે કે આ બધું પેઈડ હશે. 

પરંતુ, મારી પાસે એવું કોઈ બજેટ જ નથી. લોકોની પ્રશંસા, લાઈક્સ ખરીદવા માટે મારી પાસે નાણાં નથી. મારી પાસે એ રીતે પીઆર કરાવવાનું કોઈ બજેટ જ નથી. 

જાહ્વવીએ સ્વીકાર્યું હતું કે કોઈ વ્યક્તિ જરા  પ્રસિદ્ધ હોય કોઈ વિશેષ સ્થાને હોય એટલે તે ટ્રોલિંગનો આસાન શિકાર બની જાય છે. જોકે, હું તેને બહુ મારાં માથાં પર સવાર થવા દેતી નથી . 

ટ્રોલિંગ થઈ રહ્યું હોવાની ફરિયાદ કોઈ સામાન્ય  માણસ કરતો નથી. આ તો એક વ્યક્તિ વિશેષ હોવાને લીધે સર્જાતી સમસ્યા છે. 

જાહ્વવી કપૂરની ‘ઉલઝ’ ફિલ્મ આગામી મહિને રજૂ થઈ રહી છે. તાજેતરમાં તેને ફૂડ પોઈઝનિંગના કારણે  હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આથી, આ ફિલ્મના પ્રમોશનનું તેનું શિડયૂલ ખોરવાઈ ગયું છે. હાલ તે મોટાભાગે સોશિયલ મીડિયા ઈન્ટરવ્યૂ થકી પ્રચારની કસર પૂરી કરી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *