સલમાન ખાનની કિક ફિલ્મની સીકવલ બનવાની તૈયારી

  ફિલ્મનું શૂટિંગ 2025થી શરૂ કરવામાં આવશે.

બોલીવૂડમાં  સીકવલ અને રીમેક બનાવાનો ટ્રેન્ડ જોર પકડતો જાય છે. આ હવે સામાન્ય બનતું જઇ રહ્યું છે. આ દરમિયાન સલમાન ખાનની હિટ ફિલ્મ કિક ટુની પણ તૈયારી થઇ ગઇ છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોના અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ લોક થઇ ચુકી છે. સલમાન આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરે તેવી પૂરી શક્યતા છે. તેથી અભિનેતાના પ્રશસંકોને ફરી રૂપેરી પડદે ડેવિલના રોલમાં જોવાની તક મળશે.ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે વધુમાં જણાવ્યુ ંહતું કે, સલમાન ખાન પોતે પણ આ ફિલ્મની સીકવલમાં કામ કરવા ઉત્સાહિત છે. મૂળ ફિલ્મમાં સલમાન ખાન, જેકવેલનિન ફર્નાન્ડિસ, રણદીપ હુડા, નવાઝુદ્દીન સિદ્દીકી, મિથુન ચક્રવર્તીએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. જોકે હવે કિક ટુમાં સલમાન સાથે ક્યા કલાકારો હશે તેની માહિતી હજી આપવામાં આવી નથી. ૨૦૧૪માં રિલીઝ થયેલી કિક તે વરસની રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મે ભારતમાં ૨૩૨ કરોડ રૂપિયાનું નેટ કલેકશન કર્યું હતું. સલમાનની આ પહેલી ફિલ્મ હતી જેણે રૂપિયા ૨૦૦ કરોડનું કલેકશન પાર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *