જોકે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
સંજય દત્ત અને રવીના ટંડને ૯૦ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હવે ફરી એક વખત આ રોમેન્ટિક જોડી ઓટટી પ્લેટફોર્મ પર ઘુડચડ્ઢી નામની ફિલ્મમાં સાથે જોવા મળવાની છે. જેનું ટ્રેલર આજે જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને વચ્ચે રોમાન્સ જોવા મળવાનો છે. ફિલ્મ ઘુડચડ્ઢી એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે ૯ ઓગસ્ટરના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં બે જનરેશનની લવ સ્ટોરી દેખાડવામાં આવશે. જેમાં પહેલીમાં સંજય દત્ત અને રવીના ટંડનનો રોમાન્સ જોવા મળશે જ્યારે બીજા જનરશેનમાં પાર્થ સમથાન અને ખુશાલી કુમાર રોમાન્સ કરતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, પાર્થ સમથાન આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સંજય દત્ત અને રવીના ટંડને વિજેતા, જંગ, જીના મરના તેરે સંગ અને ્જમાને સે ક્યા ડરના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉપરાંત આ જોડીએ કેજીએફ ટુમાં પણ કામ કર્યું છે, જોકે બન્ને સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા નથી.