છ ભાગ વાળી આ વેબ સીરીઝનું શૂટિંગ આવતા અઠવાડિયે મુંબઇમાં શરૂ કરવામાં આવશે
રાજ એન્ડ ડીની વેબ સીરીઝ રક્ત બ્રહ્માંડમાં સામંથા રૂથ પ્રભુ સાથે એકશન દ્રશ્યો ભજવવા આદિત્ય રોય કપૂર તૈયાર હોવાની જાણકારી હતી. ફેન્ટસી થ્રિલર રક્ત બ્રહ્માંડને લઇને અપડેટ છે કે, તેમાં અલી ફઝલની એન્ટ્રી થઇ ગઇ છે. જે સામંથા રૂથપ્રભુ સાથે જોવા મળવાનો છે. આ છ ભાગની સીઝન ધરાવતી સીરીઝનું શૂટિંગ આવતા અઠવાડિયે મુંબઇમાં શરૂ થવાનું છે. એક રિપોર્ટના અનુસાર, શો માટેપૂરી કાસ્ટ ફાઇનલ કરી લેવામાં આવી છે. અલી ફઝલ આ સીરીઝમાં ઓગસ્ટ મહિના સુધી શૂટિંગ કરવાનો છે. શોની સ્ટારકાસ્ટમાં વામિકા ગેબ્બી પણ છે.અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા હાલમાં જ એક પુત્રીના પેરન્ટસ બન્યા છે. અભનેતા છેલ્લે મિર્ઝાપુર સીઝન ૩માં ગુડ્ડુ પંડિતના પાત્રમાં જોવા મળ્યો હતો.