સતત ફલોપ છતાં અક્ષય કુમાર ખેલ ખેલ મેની રીલિઝ તારીખ નહીં બદલે

15મી ઓગસ્ટે જ રીલિઝની નવી જાહેરાત.આ જ દિવસે સ્ત્રી ટૂ તથા વેદા ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ટકરાવાનું જોખમ ઉઠાવશે.

” અક્ષય કુમારની છેલ્લી આઠથી દસ ફિલ્મો લગાતાર ફલોપ ગઈ છે. જોકે, તેમ છતાં પણ અક્ષય કુમારે ‘ખેલ ખેલ મેં’ની રીલિઝ ડેટ બદલવાનો ઈનકાર કર્યો છે. આ ફિલ્મ તા. ૧૫મી એ જ રીલિઝ કરવાની ફરીથી જાહેરાત થઈ છે. આ જ દિવસે શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’ તથા જ્હોન અબ્રાહમની ‘વેદા’ રીલિઝ થવાની છે. અક્ષય કુમારની ‘સરફિરા’ તાજેતરમાં ફલોપ થઈ તે પછી ટ્રેડ વર્તુળોમાં એવી ચર્ચા હતી કે અક્ષય કુમાર ‘ખેલ ખેલ મેં’ની રીલિઝ ડેટ બદલી શકે છે અને અન્ય ફિલ્મો સાથે ટકરાવાને બદલે સોલો રીલિઝની અનુકૂળ ડેટ શોધી શકે છે.

જોકે, તેને બદલે ફિલ્મનાં નવાં રીલિઝ કરાયેલાં પોસ્ટરમાં તા. ૧૫મી ઓગસ્ટની જ તારીખ જાહેર કરાઈ છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર ૧૫મી ઓગસ્ટના રીલિઝ થનારી ફિલ્મોમાં ‘સ્ત્રી ટૂ’ માટે સૌથી વધુ આશા છે. આ ઉપરાંત નાના સેન્ટરોમાં જ્હોન અબ્રાહમની ‘વેદા’ પણ સારો દેખાવ કરી શકે છે. ‘ખેલ ખેલ મેં’માં અક્ષય કુમાર ઉપરાંત  તાપસી પન્નુ અને વાણી કપૂર સહિતના કલાકારો છે. આ ફિલ્મ દ્વારા ફરદીન ખાન પણ લાંબા સમય પછી મોટા પડદે દેખાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *