જાહ્વવી કપૂરને ફૂડ પોઈઝનિંગના કારણે એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હવે ખુદ બોની કપૂરે કન્ફર્મ કર્યા પ્રમાણે તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. જાહ્વવીને ગઈ તા. ૧૮મીએ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. તેની હાલત કથળતાં તાબડતોબ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બોની કપૂરે કન્ફર્મ કર્યા અનુસાર જાહ્વવીને શનિવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. જોકે, જાહ્વવીને હજુ પણ ભારે નબળાઈ લાગી ર હી છે. આથી તે થોડા દિવસો ઘરે બેડરેસ્ટ જ કરે તેવી સંભાવના છે. હોસ્પિટલમાં અને હાલ ઘરે આરામ દરમિયાન પણ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સતત જાહ્વવીની પડખે ને પડખે જ રહ્યો છે અને તેની સારસંભાળ લઈ રહ્યો છે. જાહ્વવી ઘરે પહોંચી ચૂકી હોવાની જાણ થતાં તેના ચાહકોએ હાશકારો અનુભવ્યો હતો. હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છા ચાહકો પાઠવી રહ્યા છે.