બંનેએ સોશિયલ મીડિયા પર એકમેકને ફોલો કર્યાં. હાર્દિક છૂટાછેડાની જાહેરાત કરી ચૂક્યો છે, અનન્યા પણ આદિત્ય સાથે બ્રેક અપ બાદ સિંગલ છે.
બોલીવૂડ એકટ્રેસ અનન્યા પાંડે અને ક્રિકેટર હાર્દિક પંડયા વચ્ચે નિકટતા વધી હોવાના સંકેત છે. બંને એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગ્યાં છે. તાજેતરમાં એક ફંકશનમાં પણ આદિત્ય અને હાર્દિક બહુ આત્મિયતા પૂર્વક એકબીજા સાથે હળી મળી રહ્યાં હોવાનું કેટલાક વાયરલ વીડિયો પરથી જણાયું હતું. તે પછી હાર્દિક અને અનન્યા એકમેકને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગતાં એ પણ નક્કી થઈ ગયું છે કે બંને વચ્ચેની એ નિકટતા એકાદ પ્રસંગ પૂરતી મર્યાદિત ન હતી.
અનન્યા પાંડેનું અફેર લાંબા સમય સુધી આદિત્ય રોય કપૂર સાથે ચાલતું હતું. જોકે, થોડા સમય પહેલાં જ બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. બીજી તરફ હાર્દિક પંડયાએ હજુ થોડા દિવસો પહેલાં જ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે સેપરેશન જાહેર કરી ચૂક્યો છે. આમ બંને હૃદયભગ્ન લોકો એકમેકની નજીક આવી રહ્યા હોવાનું હાલ જણાય છે.