અક્ષય કુમારની ફિલ્મ સરફિરાને ધોબીપછાટ આપી.
વિક્કી કૌશલ અને તૃપિતી ડીમરીની ફિલ્મ બેડ ન્યુઝ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેકશન કરી રહી છે. આ ફિલ્મમાં દર્શાવામાં આવેલ પ્રણય ત્રિકોણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. ફિલ્મમાં વિક્કી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક લીડ રોલમાં કામ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયાના પોર્ટલના એક રિપોર્ટના અનુસાર, વિક્કી કૌશલની બેડ ન્યુઝ ફિલ્મે પહેલા દિવસે જ ૮.૫૦ કરોડ રૂપિયાથી વધુ કલેકશન કર્યું હોવાનો અંદાજ છે. વિક્કી કૌશલની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે. જ્યારે અક્ષય કુમારની સરફિરાએ પ્રથમ દિવસે ફક્ત ૨. ૫ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. વિક્કી કૌશલની ફિલ્મના બોક્સઓફિસ કલેકશનના આંકડા હજી વધવાની શક્યતા છે. જ્યારે સરફિરા ફિલ્મનો બોક્સઓફિસ પર ઊંદા માથે પછડાઇ છે. પહેલા જ દિવસે બેડ ન્યુઝના સવારના શોમાં ૧૩, ૨૬ ટકા ઓક્યુપન્સી હતી જે રાતના શોમાં વધીને ૩૭. ૧૬ ટકા ઓક્યુપન્સી થઇ ગઇ હતી. દર્શકોના પોઝિટિવ રિસપોન્સ મળી રહ્યા છે. તેથી વીકેન્ડમાં આ ફિલ્મ વધુ કલેકશન કરે તેવી પૂરી શક્યતા છે. આ ફિલ્મ પ્રથમ સપ્તાહમાં ૩૩ કરોડ રૂપિયાની કમાણી કરશે તેવો એક અંદાજ બાંદવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિક્કી કૌશલની આ પ્રથમ ફિલ્મ છે જેણે પહેલા જ દિવસે બોક્સઓફિસ પર તગડી માણી કરી છે. તેની ઉરી ધ સર્જિક સ્ટ્રાકિે ૮. ૨૦ કરોડ, રાઝીએ ૭.૫૩ કરોડ , સેમ બહાદુરે ૬.૨૫ કરોડ અને જરા બચકે ફિલ્મે ૫.૪૯ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.