સોનાના ભાવ વધુ તૂટયા: બંધ બજારે ડોલર સામે રૂપિયાના ભાવ વધુ ગબડયા

મુંબઈ ઝવેરીબજારમાં આજ શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ધીમો સુધારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યાના સમાચાર મળ્યા હતા.

વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૪૦૩થી ૨૪૦૪ વાળા નીચામાં ૨૩૯૩થી ૨૩૯૪ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૨૪૦૦થી ૨૪૦૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ૧૦૪ની સપાટી કુદાવી ઉંચામાં આ ઈન્ડેક્સ ૧૦૪.૪૨ થઈ ૧૦૪.૩૭ રહ્યાના નિર્દેશો  હતા.ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધવા ઉપરાંત બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોની વેચવાલી ચાલુ રહ્યાની ચર્ચા હતી. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૬૪થી ૮૩.૬૫ વાળા ઉછળી રૂ.૮૩.૭૫થી ૮૩.૭૬ આસપાસ બોલાતા થયાની ચર્ચા હતી. આ જોતાં ડોલર સામે રૂપિયો નવા તળીયે ઉતર્યાના સંકેતો ઓફશોર ટ્રેડમાં મળી રહ્યાની ચર્ચા હતી.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૭૫૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૦૫૦૦ રહ્યા  હતા.વિશ્વબજારમાં જોકે ચાંદીના ભાવમાં મોટી ઉછળકુદ દેખાઈ હતી. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૪.૧૦થી ૨૪.૧૧ વાળા ઉંચામાં ૨૯.૮૪ તથા નીચામાં ભાવ ૨૮.૮૭ થઈ છેલ્લે ભાવ ૨૯.૨૨થી ૨૯.૨૩ ડોલર રહ્યા હતા.પ્લેટીનમના ભાવ ઔંશના ૯૬૨થી ૯૬૩ વાળા ૯૬૫થી ૯૬૬ ડોલર છેલ્લે રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૨૧થી ૯૨૨ વાળા ઉંચામાં ૯૩૫ તથા નીચામાં ભાવ ૯૦૮ થઈ છેલ્લે ભાવ ૯૧૦થી ૯૧૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે એક ટકો માઈનસમાં રહ્યા હતા.વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ત્રણ ટકાનો કડાકો બોલાતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૫.૦૫ વાળા નીચામાં ૮૨.૫૬ થઈ છેલ્લે ભાવ ૮૨.૬૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૨.૭૪ વાળા નીચામાં ૮૦.૦૭ થઈ છેલ્લે ભાવ ૮૦.૧૩ ડોલર રહ્યા હતા. ચીનની નવી માગ અપેક્ષાથી ઓછી રહેતાં વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *