સીરિઝ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની છે. હોલીવૂડની સીરિઝમાં તબુનો રાજસી અને સત્તાવાહી લૂક, બીજું ટીઝર રીલિઝ થયું.
વેબ સીરિઝ ‘ડયૂનઃ પ્રોફેસી’માં તબૂનો લૂક પ્રગટ કરાયો છે. આ સીરિઝનું બીજું ટીઝર રીલિઝ કરાયું હતું. તેમાં છેલ્લે તબુ જોવા મળે છે. ભારતીય ચાહકો તબુના એકદમ રાજસી અને સત્તાવાહી લૂક પર આફરીન પોકારી ગયા છે. આ સીરિઝ આગામી નવેમ્બરમાં રજૂ થવાની છે. તેમાં તબુ સિસ્ટર ફ્રેન્સેસ્કાનું પાત્ર ભજવી રહી છે. તબુ અગાઉ ‘લાઈફ ઓફ પાઈ’, ‘નેમસેક’ અને ‘ધી સ્યુટેબલ બોયઝ’ સહિતના હોલીવૂડ પ્રોજેક્ટસમાં કામ કરી ચૂકી છે. ‘ડયૂનઃપ્રોફેસી ‘ સીરિઝમાં તેનું પાત્ર એક મહત્વાકાંક્ષી અને શક્તિશાળી મહિલાનું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એક સમયે રાજાની નિકટવર્તી સિસ્ટર ફ્રેન્સેસ્કા રાજવી પરિસરમાં પરત ફરે છે અને કેવી રીતે સત્તાનું સંતુલન સાધે છે તેવી તેની વાર્તા હોવાનું જણાવાયું છે.
બોલીવૂડમાં તબૂની ‘ઔરો મેં કહાં દમ થા’ ફિલ્મ ટૂંક સમયમાં રજૂ થવાની છે.