* પાણી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિના જીવનનો આધાર છે અને સદ્નસીબે વાતાવરણમાં પાણીનો પુષ્કળ જથ્થો વરાળ સ્વરૂપે રહેલો હોય છે. વિશ્વના તમામ ધર્મોમાં પાણીને દેવ ગણાય છે.
* પૃથ્વી પર બે અબજ વર્ષથી પાણીનો જથ્થો સમાન રૂપે જળવાઈ રહ્યો છે.
* માણસ ખોરાક વિના મહિનો જીવી શકે પણ પાણી વિના પાંચ કે સાત દિવસ જ જીવી શકે.
* પૃથ્વીનું ૭૦ ટકા તાજું પાણી ખેતી માટે વપરાય છે.
* દરિયામાંથી બાષ્પીભવન થયેલું પાણી દસેક દિવસ વરાળ સ્વરૂપે વાતાવરણમાં રહે છે.
* પૃથ્વી પરની હિમનદીઓમાં તાજા પાણીનો પુષ્કળ જથ્થો સંગ્રહ થયેલો છે.
* પાણી જામીને બરફ બને તો તેનું કદ વધે છે.
* પૃથ્વી પરના પાણીનો લગભગ ૯૭ ટકા ભાગ સમુદ્રોમાં છે.
* ખારા પાણીમાંથી બનેલા બરફમાં મીઠું હોતું નથી.
* મેટ્રિક સિસ્ટમમાં વજનનું માપ શુધ્ધ પાણીના જથ્થા પરથી નક્કી થયું છે. એક ઘન સેન્ટીમીટર શુધ્ધ પાણીનું વજન એક ગ્રામ ગણાય છે.
* માણસનું શરીર સરેરાશ ૫૦ થી ૬૫ ટકા પાણીનું બનેલું છે.
* પાણીમાં સૌથી વધુ પદાર્થો ઓગળી શકે છે.
* માણસના શરીરમાં જરૂરી પાણીના જથ્થામાંથી એક ટકો પાણી ઓછું થાય કે તરત જ તરસ લાગે છે.