ફળો અને શાકભાજીનું અવનવું

* સૌથી વધુ લોકપ્રિય ટામેટાની ૫૦૦૦ જેટલી જાત અને સફરજનની ૭૫૦૦ જાત હોય છે.

* વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ કોળું શાક નહીં, ફળ છે.

* તરબૂચમાં ૯૨% ગાજરમાં ૮૭% અને કોબીજમાં ૯૦% પાણી હોય છે.

* અમેરિકામાં સફરજન એક વર્ષ સુધી સચવાય તેવી સુવિધા હોય છે.

* દ્રાક્ષને માઈક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે છે.

* સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે.

– કેળાં થોડા રેડિયોએકિટવ હોય છે.

– જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે.

* કાકડી એ શાક નથી ફળ છે.

* ફળોના અભ્યાસ ને ‘પોમોલોજી’કહે છે.

* વિશ્વનું સૌથી મોટું ફળ કોકો-દ-મેર ૪૨ કિલો વજનનું હોય છે. અને તેનું બીજ ૧૭ કિલો વજનનું.

* શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે.

* ટામેટામાં માણસ કરતા વધુ જીન હોય છે.

* કેળાં અને માણસના જીનમાં ઘણી સામ્યતાં હોય છે.

* વિદેશમાં ફળો પર ચોડાતાં સ્ટિકર ખાદ્ય પદાર્થના બનેલા હોય છે અને ખાઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *