‘ગુરુ પૂર્ણિમા’ને વ્યાસ પૂર્ણિમા કેમ કહેવાય છે ??

વ્યાસજીને વેદ વ્યાસ પણ કહે છે. તેનો જન્મ દિવસ એટલે વ્યાસ પુર્ણિમાનો દિવસ. ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ, આર્યધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા છે. વ્યાસજી દૈવી શક્તિ સંપન્ન, મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક તત્વદ્રષ્ટા અને કૃષ્ણભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા. વેદવ્યાસ તેની માતાનાં આર્શિવાદ લઈ જંગલમાં તપશ્ચર્યા માટે ચાલ્યા જાય છે અને વચન આપતા જાય છે કે જ્યારે તે બોલાવશે ત્યારે તેની પાસે આવી જાય છે. વેદોની રચના કરનારા હોવાથી તેઓ ‘વેદ વ્યાસ’ તરીકે પ્રસિદ્વ થયા તેઓ ઐતિહાસિક મહા પુરુષ હતા.

અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પુર્ણિમા – આ દિવસને વ્યાસ પુર્ણિમા પણ કહેવાય છે. ભગવદ ગીતાનાં ૧૦ વિભૂતિયોગ નામના અધ્યાયમાં ૩૭માંના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે ઋક્રળ્લૃટ્ટલૃક્રઋક્રપ્સ્ર્દ્યધ્ પ્સ્ર્ક્રજીક્ર મુનિઓમાં હું વ્યાસ છું. વ્યાસજી કૃષ્ણનાં એક અવતાર તરીકે પણ પ્રસિધ્ધ છે. ‘વ્યાસ’ પણ શ્રીકૃષ્ણનાં પ્રતિનિધિ છે.

વ્યાસજીને વેદ વ્યાસ પણ કહે છે. તેનો જન્મ દિવસ એટલે વ્યાસ પુર્ણિમાનો દિવસ. વેદ વ્યાસને ચાર મોઢા નથી છતાં બ્રહ્મદેવ જેવા છે. ચા હાથ નથી છતાં પણ તે વિષ્ણુ જેવાં છે, ત્રીજી આંખ નથી છતાં તે શિવજી જેવા છે, આવા વિષ્ણુરૂપ વ્યાસ,  અને વ્યાસ રૂપ વિષ્ણુ જેમણે પોતાની સરસ્વતી વડે સમગ્ર ભારત વર્ષને પવિત્ર કર્યો છે. તે કવિ, વિધાતા, વેદ વિ. સર્વજ્ઞા વ્યાસનો જન્મ દિવસ એટલે વ્યાસ પૂર્ણિમા – તેણે વેદો-મહાભારત તથા અનેક શાસ્ત્રો ની રચના કરી આધ્યાત્મિક જ્ઞાાનનો પ્રાદુર્ભાવ કર્યો તેથી તે ‘ગુરૂ’ તરીકે ભારતીય શાસ્ત્રોમાં પ્રસિધ્ધ થયા જેથી વ્યાસ પુર્ણિમાના દિવસને ‘ગુરૂ પુર્ણિમા’ તરીકે ઉજવાય છે.

વ્યાસજી ભારતની અનુપમ નિધિ છે. અને ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ, આર્યધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા છે. વ્યાસજી દૈવી શક્તિ સંપન્ન, મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક તત્વદ્રષ્ટા અને કૃષ્ણભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા. વ્યાસજી વિષ્ણુના અંશાવતાર સ્વયં ભગવદ્ સ્વરૂપ હતા.

* વ્યાસજીનો જન્મ ઃ- એક વાર પરાશર ઋષિ યમુના નદીનાં સામા કિનારે જવા માટે એક હોડીમાં બેઠા. જે હોડી માછલીનાં પેટમાંથી નિકળેલ મત્સગંધા (જેનો રંગ કાળો હતો તેથી તેને કાળીમાં પણ કહેતા સમય જતા તેનું નામ સત્યવતી મા ફેરવાઈ ગયું હતું તેના શરીરમાંથી માછલીની જેવી ગંધ આવતી હલવાથી તેને મત્સગંધા પણ કહેતા હતા.) તે હોડીમાં પરાશર ઋષિને બેસાડી પેલે પાર લઈ જાય છે.

સત્યવતી (મત્સ્ય ગંધા)નું રૂપ જોઈને તેના ઉપર પરાશર ઋષિ મોહિત થઈ જાય છે અને તે ઋષિ સત્યવતી સાથે સબંધ બાંધવા કહે છે. પરંતુ સત્યવતી તેનો ઈન્કાર કરતા કહે છે કે તમે બ્રાહ્મણ છો અને હું સામાન્ય મત્સ્ય બાળકની દીકરી. છતાંય પરાશર મુનિ આ આગ્રહથી તથા તેના શ્રાપના ભયથી તેની વાત માને છે.

અને શરત મુકે છે કે આપણા આ સબંધની કોઈને જાણ ન થવી જોઈએ. અને આ સબંધથી થનાર મારો પુત્ર આખા જગતમાં વિદ્વાન થવો જોઈએ અને તેના જ્ઞાાનનો પ્રચાર દૂર દૂર સુધી થવો જોઈએ. આ શરત પરાશર મુનિ માની જાય છે. આમ ઋષિ પરાસર અને સત્યવતીના સબંધથી પૂત્રનો જન્મ થાય છે. તે દિવસ હતો અષાઢ સૂદ પૂર્ણિમા જે વ્યાસ પૂર્ણિમા તથા ગુરૂ પુર્ણિમા તરીકે ઓળખાય છે. પિતાનાં આશિર્વાદથી તે જ્ઞાાની, વિદ્વાન અનેક શાસ્ત્રોના રચયિતા બને છે.

વેદવ્યાસ તેની માતાનાં આર્શિવાદ લઈ જંગલમાં તપશ્ચર્યા માટે ચાલ્યા જાય છે. અને તેની માતાને વચન આપતા જાય છે કે જ્યારે તે બોલાવશે ત્યારે તેની પાસે આવી જાય છે.

વેદોની, શાસ્ત્રોની, મહાભારત વગેરેની રચના કરનારા હોવાથી તેઓ ‘વેદ વ્યાસ’ તરીકે પ્રસિદ્વ થયા તેઓ ભારતીય મત પ્રમાણે મહર્ષિ વેદ વ્યાસ એક ઐતિહાસિક મહા પુરુષ હતા.

‘વ્યાસ’ શબ્દનો અર્થ વ્યવહાર કરનારા, ગોઠવનાર, વિસ્તાર કરનાર એવો થાય છે. વ્યાસનાં અન્ય નામો કૃષ્ણ, સત્યવતી સુત, માધવ, સત્યભારત, સત્યવ્રત, કાનીવ, વાસુદેવ વગેરે છે. વ્યાસ એક પદવી છે. વ્યાસના શરીરનો રંગ શ્યામ હતો તેથી કૃષ્ણ અને દ્વીપમાં એમનો જન્મ થયો માટે દ્વૈપયાપન, આમ તેઓ ‘કૃષ્ણ દ્વૈપાયન’ નામે ઓળખાયા છે.

પહેલા એક જ વેદ હતો, વેદોના માંત્રો, ઋચાઓ જુદા જુદા ઋષિઓ પાસે, જુદા જુદા સ્થળે વેરવિખેર હતા. એ બધ એકત્ર કરીને વેદના ચાર સંહિતા (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ)માં વિભાગ કર્યા. જેથી પણ તેનું નામ ‘વેદવ્યાસ’ તરીકે પ્રસિદ્ધ છે. બદરી વનમાં રહી ઉગ્ર તપશ્ચર્યા કરવાથી ‘બાદરાયણ’ અને પરાશર ઋષિનાં પૂત્ર હોવાથી ‘પરાશર્ય’ નામે પણ ઓળખાય છે.

* વ્યાસજીનાં વ્યક્તિનાં પાસા ઃ- મહર્ષિ વેદ વ્યાસનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસા આવે છે.

મહાકવિ ઃ- મહાભારત, પુરાણો આજ સુધી પથદર્શક અને શ્રદ્વાસ્પદ મનાય છે.

ભક્ત કવિ ઃ- ભગવાન શ્રી કૃષ્ણનાં તેની ભક્તિનાં તે મહાગાયક અને પ્રચારક છે.

મહાદાર્શનિક વ્યાસ ઃ- બ્રહ્મ સુત્રો, ભાગવત્ નો ૧૧ મો સ્કંધ, ગીતા, અધ્યાત્મ રામાયણ, મહાભારતમાં વ્યાસજીનાં દાર્શનિક વિચારો છે.

મહાન ઉપદેશક ઃ- પરોપકાર પુણ્ય અને પરપીડા આપવી એ પાપ છે. આવા અનેક સત્ય ઉપદેશો જનતા જનાર્દનની ભલાઈ માટે આપ્યા. વિશ્વપ્રેમની પ્રતિષ્ઠા અને મહામાનવ સ્વરૂપની સ્થાપના કરી.

* વિશિષ્ટતા ઃ- વ્યાસજીની વિદ્વતા ‘લૃ ઼ક્રળ્ભક્રશ્વ લૃ ઼ક્રબ્ંષ્ઠસ્ર્બ્ભ ક્ર’ કથન અનુસાર તેની ઉપમાઓ રહિત છે. વ્યાસજીની ઋષિ પ્રણલ, શાસ્ત્રો, વેદ, વેદાંગ, સંગીત, જ્યોતિષ, વ્યાકરણ, ભૌતિક વિજ્ઞાાન ધર્મશાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, લલિત કથાઓ ટૂંકમાં ૩૨ વિદ્યા અને ૬૪ કલાઓનો તેઓ જ્ઞાાતા હતા.

* વ્યાસ સાહિત્ય ઃ- વેદનું સંકલન, વિભાગીકરણ, – બ્રહ્મસૂત્રો મહાભારત (ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ- શ્રેષ્ઠ ધર્મ શાસ્ત્ર અને ઉત્કૃષ્ટ મોક્ષ શાસ્ત્ર પણ છે) પુરાણો ૧૮ ઉપપુરાણો – અધ્યાત્મ રામાયણ તેમજ વ્યાસસ્મૃતિ જેવા ધાર્મિક શાસ્ત્રોની રચનાઓ તેમણે કરી.

ત્રિભુવનમાં જે કંઈ જોવા, સાંભળવા, સમજવા મળે છે. તે બધું વ્યાસજીનાં હૃદયમાં હતું જેથી જ કહ્યું છે ‘વ્યાસોચ્છિષ્ટમ્ જગત સર્વમ’  જેથી આપણે અષાઢ સુદ પુનમને વ્યાસ પૂર્ણિમા તથા ગુરૂ પુર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આ સદ્ગુરુનાં સ્વરૂપે આપણે આપણને જ્યાંથી જ્ઞાાન મળે, આદર્શ મળે, જીવનનો સન્માર્ગ બતાવનાર દરેકને ગુરુ માની વંદન કરીએ છીએ.

ખ્ક્રત્ક્રિક્રલૃધ્ઘ્ Ðથ્ઋક્ર જીક્રળ્યઘ્ ઙ્ગશ્વેંંઁધ્ જ્ઞક્રક્રલૃÐઠ્ઠક્નભ ક્ર

જીક્રઘ્ટક્રળ્ન્ધ્ ભધ્ લૃઋક્રક્રબ્લૃ ક્રક્ર

આવા સદગુરુને ગુરૂપુર્ણિમાનાં પવીત્ર દિવસે આપણા સહુના પ્રણામ…પ્રણામ.

જય ગુરુદેવ તમારી 

જય હો… જય હો.

– ડો.ઉમાકાંત જે. જોષી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *