મેષ : બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં, ખર્ચ રહે.
વૃષભ : આપના કામમાં ધીરે-ધીરે રાહત થતી જાય. અગત્યના કામનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો.
મિથુન : દિવસ દરમ્યાન કામકાજ અંગેની વ્યસ્તતા- દોડધામ-શ્રમમાં વધારો જણાય. રાજકીય સરકારી કામમાં ખર્ચ જણાય.
કર્ક : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
સિંહ : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં આપે સંભાળવું પડે. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરી લેવો. ખર્ચ ગણાય.
કન્યા : આપના કામમાં સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામ અંગે વ્યસ્તતા રહે.
તુલા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
વૃશ્રિક : આપને જેમ દિવસ પસાર થતો જાય તેમ રાહત-શાંતિ થતી જાય. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.
ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
મકર : જેમ દિવસ પસાર થાય તેમ આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. આનંદ રહે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.
મીન : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય થઈ શકે.