હાઇબ્રીડ V/s ઇલેકટ્રીક વાહનો નવી પાવર ઇકોનોમીની જરૂર

બજેટમાં ઇલેક્ટ્રીક અને હાઇબ્રીડ વાહનોને નાણાપ્રધાન કેવી રીતે મૂલવે છે તે પર સૌની નજર.  ભારત ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ રીન્યુએબલ એનર્જી (સૂર્ય ઉર્જા- વિન્ડ વગેરે મારફતે) ઉભી કરવા માંગે છે. ભારતે કાર્બન ઉત્સર્જનનું ટાર્ગેટ પુરૂં કરવું હશે તો રીન્યુએબલ એનર્જીની માત્રા વધારવી પડશે.  સરકાર પર્યાવરણની રક્ષા માટે સોલાર પેનલથી માંડીને ઇલેકટ્રીક વ્હીકલ માટે પ્રોત્સાહક નિતી લાવી રહી છે. પરંતુ પ્રોત્સાહક પગલાંનું અમલીકરણ સરકાર ધારે છે એટલું આસાન નથી. 

બજેટ આડે માંડ અઠવાડીયું બાકી છે ત્યારે બજેટમાં ઇલેકટ્રીક વ્હીકલ (વાહનો) ક્ષેત્રે સરકાર કેવી અને ક્યા પ્રકારની રાહતો આપવા માંગે છે તે વિશેની ચર્ચાઓેે જોર પકડયું છે. આ ચર્ચા દરમ્યાન હાઇબ્રીડ વ્હીકલ અને ઇલેકટ્રીક વ્હીકલ પણ વિવાદનું કેન્દ્ર બની રહ્યા છે. સરકાર પર્યાવરણની રક્ષા માટે સોલાર પેનલથી માંડીને ઇલેકટ્રીક વ્હીકલ માટે પ્રોત્સાહક નિતી લાવી રહી છે. પરંતુ પ્રોત્સાહક પગલાંનું અમલીકરણ સરકાર ધારે છે એટલું આસાન નથી. 

ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રે ભારત હજુ પ્રારંભીક સ્તરે છે. ઇલેક્ટ્રીક ટુ વ્હીલર રોડ પર ફરતા જોવા મળે છે અને ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રીક કાર પણ જોવા મળે છે. બંને જોકે ચાર્જીંગની સમસ્યાથી પીડાય છે. મોટા શહેરોમાં ચાર્જીંગ સેન્ટરો જોવા મળે છે પરંતુ હાઇવે તેમજ નાના શહેરોમાં ચાર્જીંગ માટે ફાંફા મારવા પડે એવી દશા જોવા મળે છે.પર્યાવરણની રક્ષા માટે સરકાર જેટલી જાગૃત છે  એટલીજ જાગૃત પ્રજા છે પરંતુ સરકારની પ્રોત્સાહક નિતીનો લાભ પ્રજા કરતાં મેન્યુફેક્ચરર્સને વધુ મળે છે. પ્રજાને સબસીડીનો લાભ મળે છે પરંતુ તેની લાંબાગાળાની સર્વિસ, સેલ રીપ્લેસીંગ વગેરે લાભ નથી મળતા.હાઇબ્રીડ વ્હીકલ એ નવી એન્ટ્રી નથી પરંતુ તેનો વપરાશ ઓછો જોવા મળે છે. ઇલેક્ટ્રીક કાર પર્યાવરણની રક્ષા માટે ઉપયોગી છે તેમજ તેનું કાર્બન ઉત્સર્જન (એમીશન) ઝીરો સ્તરનું હોવાના દાવા કરાઇ રહ્યા છે. પર્યાવરણ માટે તે ઉત્તમ છે પરંતુ તેને ચાર્જ કરતી ઉર્જા ક્યાંથી આવે છે તે પણ ચર્ચાનો વિષય બને છે.

હાયબ્રીડ કાર સામે ઇલેકટ્રીક કારની વાત કરીયે તો હાઇબ્રીડ કાર ઇલેક્ટ્રીક તેમજ પેટ્રોલ કે અન્ય બળતણના ઉપયોગ એમ બંનેથી ચાલે છે. જે લોકો પાસે સીએનજી કાર છે તેમની પાસે પણ બે સ્વીચ હોય છે. જેમાં જો સીએનજી ખલાસ થઇ જાય તો તે ઓટોમેટીક પેટ્રોલ પર શિફ્ટ થઇ જાય છે એટલે રસ્તામાં અટકવાની સ્થિતિ ક્યારેય નથી આવતી. હાઇબ્રીડ કારમાં ઇલેકટ્રીક મોટર અને પેટ્રોલ એન્જીન બંને હોય છે. ટેકનોલોજી અનુસાર જ્યારે કાર સ્ટાર્ટ કરવામાં આવે ત્યારે વધુ પેટ્રોલ ખાય છે પરંતુ જો સ્ટાર્ટ કરતી વખતે તે ઇલેક્ટ્રીક મોટર પર હોય તો તે પર્યાવરણ માટે ઉપયોગી બને છે અને તેમાં શૂન્ય ઉત્સર્જન જોવા મળે છે. તેમાં રહેલી આઇસીઇ(ૈંભઈ)-પેટ્રોલ એન્જીન પર તે શિફ્ટ કરી શકાય છે માટે ક્યાંય અટકવાની વાત નથી આવતી.ઇલેકટ્રીક કાર બાબતે મહત્વની વાત એ છે કે સતત ઝીરો ઉત્સર્જન જોવા મળે છે. સમસ્યા એ થાય છે કે જો કારનું ચાર્જીંગ ના થાય તો કાર ઠપ્પ્ થઇને શોભાના ગાંઠીયા સમાન બની જાય છે. જો ચાર્જીંગ સ્ટેશન મળે તો પણ તેના ચાર્જીંગ માટે થોડા કલાકો રાહ જોવી પડે છે.ટૂંકમાં હાઇબ્રીડમાં બંને સિસ્ટમ હોય છે જ્યારે ઇલેકટ્રીક એકજ સિસ્ટમ આધારીત હોય છે.

ઉત્તરપ્રદેશની સરકારે હાઇબ્રીડ કાર માટે ઇન્સેન્ટીવ જાહેર કરીને અન્ય રાજ્યોનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે સ્પીડ ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રીક મોટર અને જ્યારે સ્પીડ વધુ હોય ત્યારે કમ્બશ્ચન એન્જીનનો ઉપયોગ કરી શકાય છે. ઉત્તર પ્રદેશની સરકારે ગયા અઠવાડિયે  સ્ટ્રોંગ હાઇબ્રિડ અને પ્લગ ઇન વ્હીકલ પરના રજીસ્ટ્રેશન માફ કરી દીધું છે જેના કારણે વેહીકલ ખરીદનારને ૧૦ ટકા જેટલી ઓછી કિંમત ચૂકવવી પડશે.જ્યારે સ્લો ડ્રાઇવીંગ હોય ત્યારે ઇલેક્ટ્રીક મોટરનું કાર પર પ્રભુત્વ આવી જાય છે અને કાર સ્પીડ પકડે એટલે તે પેટ્રોલ એન્જીન પર શિફ્ટ થઇ જાય છે. ૨૦૨૨માં પણ ઉત્તર પ્રદેશની સરકારે સ્ટ્રોંગ હાઇબ્રીડ કાર પર રજીસ્ટ્રેશનમાં ૧૦૦ ટકાની રાહત જાહેર કરી હતી. પરંતુ તે મર્યાદીત કાર માટે હતી હવે તમામ હાઇબ્રીડ કારને આવરી લેવાઇ છે.

ઇવીની સરખાણીમાં હાઇબ્રીડ કારમાં બેટરી નાની હોય છે પરંતુ તે બે સિસ્ટમ પર ચાલતી હોઇ પૂરતી કહી શકાય.હવે મૂળ વાત પર આવીયે તો ભારત ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ રીન્યુએબલ એનર્જી (સૂર્ય ઉર્જા- વિન્ડ વગેરે મારફતે) ઉભી કરવા માંગે છે. ભારતે કાર્બન ઉત્સર્જનનું ટાર્ગેટ પુરૂં કરવું હશે તો રીન્યુએબલ એનર્જીની માત્રા વધારવી પડશે. ૫૦૦ ગીગા વોટ બહુ મુશ્કેલ કામ નથી પરંતુ તે માટે પ્રોત્સાહક નિતી બજેટમાં આપવી પડશે.ખરેખર તો નવી પાવર ઇકોનોમી તૈયાર કરવી પડશે. ગયો દાયકો ભારતના પાવર સેક્ટર માટે મહત્ત્વનો હતો ત્યારે થર્મલ પાવર પર આધાર રાખવો પડતો હતો હવે રીન્યુએબલ એનર્જીને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. ટાટા પાવરે તાજેતરમાં તમિળનાડુ ખાતે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા રોકવાની જાહેરાત કરી છે. જેમાં કંપની ૧૦ ગીગા વોટ વીન્ડ અને સોલાર પાવર ઉભોે કરવાની ક્ષમતા ઉભી કરશે.

ગયા મહિને ઇલેક્ટ્રીક કારના વપરાશના લાભ ગેરલાભ બાબતે સોશ્યલ મિડિયા પર કોંગ્રેસ અને ભાજપ સામ સામે આવી ગયા હતા. જેમાં સરકારની ઇલેક્ટ્રીક વ્હીકલની પોલીસી પાયા વિનાની ગણાવાઇ હતી. ટેકનીકલી જોવા જઇએ તો ઇવી માટે વપરાતી વિજળી માત્ર સોલાર પેનલમાંથી નથી આવતી પરંતુ વિજ ઉત્પાદનો માટે વપરાતા કોલસા વગેરમાંથી પણ આવે છે. એટલે પર્યાવરણની રક્ષા માટે જે લોકો ઇવીનો આગ્રહ રાખે છે તેમને ખબર હોવી જોઇએેકે ચાર્જીંગ માટે વપરાતી વિજળીનો સોર્સ કોલસો પણ છે અને તે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. ઇવીનો વપરાશ કરનારાઓએ જાણવું જોઇએ કે તે જ્યાં ચાર્જ કરે છે તે ચાર્જીંગ સ્ટેશન પર અપાતી વીજળી કોલસામાંથી ઉત્પન્ન કરાયેલી વિજળી છે.જો સોલાર પેનલથી ઉત્પન્ન થયેલી વિજળીથી ઇવી ચાર્જ કરાય તોજ તે પરફેક્ટ ઝીરો ઉત્સર્જન વાળી કહી શકાય. દરેક મોટા ઇવી સ્ટેશન કોલસાથી ઉત્પન્ન કરાયેલી વિજળીથી ચાલે છે.

બજેટમાં ઇલેક્ટ્રીક વેહીકલ અને હાઇબ્રીડ વેહીકલને નાણાપ્રધાન કેવી રીતે મૂલવે છે તે પર સૌની નજર છે. દેશને પર્યાવરણની ચિંતા પણ કરવાની છે એન રીન્યુએબલ એનર્જી ઉભી કરવાની પણ ચિંતા કરવાની છે. ખરેખર ૨૩મી જુલાઈ નાણાપ્રધાન માટે લીટમસ ટેસ્ટ સમાન બની રહેવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *