ભુજ, માધાપર, પધ્ધર, કનૈયાબે વિસ્તારોની જમીનમાં સરકારને પહોંચાડયું ૮૦ લાખનું નૂકશાન.શ્રી સરકાર જમીન, વધારાની જમીન નિયમબધ્ધ ન કરવાની જોગવાઇ હોવા છતાં હુકમ કર્યો હતા.
સરકારી કિંમતી જમીનના મામલે સરકારને આથક નૂકશાન પહોંચાડવા બદલ પૂર્વ કલેક્ટર સહિત અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થયા બાદ વધુ એક જમીન કૌભાન્ડનો કિસ્સો સામે આવ્યો છે. હવે ભુજના તત્કાલિન નાયબ કલેકટર ડી.જે.જોષી સામે ભુજ, માધાપર, પધ્ધર અને કનૈયાબે સ્થિત આવેલી જમીનનોમાં સરકારના નિયમોને નેવે મુકીને ગેરકાયદે હુકમો કરીને સરકારને રૂપિયા ૭૯,૬૭,૫૫૫નું આથક નૂકશાન પહોચાડવા સબબ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
ભુજ ગ્રામ્ય મામલતદાર ભરતકુમાર નવીનચંન્દ્ર શાહએ ભુજના નિવૃત પ્રાંત અધિકારી નાયબ કલેકટર ડી.જે.જોષી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત ૨૮ માર્ચ ૨૦૦૭થી ૩૦ એપ્રિલ ૨૦૦૮ દરમિયાન બન્યો હતો. આરોપીએ પોતાના ફરજ કાળ દરમિયાન માધાપરના અરજદાર રામજી સામજી પીંડોરીયાની માધાપર સીમ સર્વે ૧૦૪૪ અને નવા સીમ સર્વે નંબર ૩૬૫/૧ એકર ૭.૩૦ ગુંઠા જમીન શ્રી સરકાર હોઇ જે જમીન દબાણ નિયમબધ્ધ કરી આપવા જમીન અરજદારને વિના મુલ્ય આપી સરકારને ૨૩,૫૪,૪૦૦નું નૂકશાન પહોંચાડયું હતું. તેમજ કનૈયાબે ગામે એશિયા મોટર વર્ક લીમીટેડ કંપની બિનખેડૂત હોવા છતાં અરજદારને ખેતીની જમીન એકર ૨.૦૧ ગુઠા વધારા બાબતે પોતાની પાસે અધિકાર ન હોવા છતાં જમીનના દબાણને નિયમબધ્ધ કરીને અઢી ગણુ પ્રિમયમ લેવાને બદલે રૂપિયા ૮૧,૯૫૦ લઇને સરકારને રૂપિયા ૩૯,૨૬,૬૦૦નું નૂકશાન પહોંચાડયું હતું. તથા ભુજના જુના સર્વે નંબર ૮૩૯/૧ અને નવા સર્વે નંબર ૮૩૨/૨ વાળી ૩ એકર ૮.૨૩ ગુંઠાવાળી જમીન કુલે ૧૧.૦૬ ગુઠાવાળી જમીન વધારો ૩ એકર નિયમિત કરવા ભુજના દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીને આરોપીએ નિયમબધ્ધ કરી આપી સરકાર સાથે ૧૫,૭૮,૨૫૫ આથક નૂકશાન પહોંચાડયું હતું. પધ્ધર પાસેના શ્જન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફએ પધ્ધર જુના સર્વે નંબર ૪૭ પૈકી એકર ૪.૦૬ ગુઠા તથા જુના સર્વે નંબર ૪૭ પૈકી ૪.૦૫ ગુઠા એમ કુલ ૮.૧૧ ગુઠા અને નવા સર્વે નંબર ૭૦૫ પૈકી ૧ એકર ૪.૦૭ તથા ૭૦૫ પૈકી ૨ એકર ૪.૦૮ કુલ ૮.૧૫માં માપણી વધારો ૦.૦૪ ગુંઠા નિયમિત કરી દેવાની માગણીમાં આરોપીએ દબાણ નિયમિત કરીને ૧,૦૮,૦૦૦ પ્રિમયમ લેવાને બદલે માત્ર ૧૦ જેવી નજીવી કિંમત લઇને સરકારને ૧,૦૮,૦૦૦નું આથક નૂકશાન પહોંપાડયું હતું. આમ આરોપીએ અરજદારોની અરજી સામે નિયમ મુજબ થતી કાર્યવાહી નહીં કરીને સરકારને કુલે રૂપિયા ૭૯,૬૭,૫૫૫નું આથક નૂકશાન પહોંચાડયું હતું. એ ડિવિઝન પોલીસ આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.