સબ્સ્ક્રિપ્શન માટે હાલમાં સોવરિન ગોલ્ડ બોન્ડની કોઈ શ્રેણી ઉપલબ્ધ નથી. તેમ છતાં બજારમાં સોવરિન ગોલ્ડ બોન્ડની ભારે માંગ જોવા મળે છે. એનએસઈ તરફથી મળેલા તાજેતરના ડેટા અનુસાર, તમામ ૬૪ ગોલ્ડ બોન્ડ્સ હાલમાં પ્રીમિયમ પર એટલે કે સોનાની બજાર કિંમત ૭,૨૫૬ રૂપિયા પ્રતિ ૧ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે.
IBJA દ્વારા જારી કરાયેલા સોનાના ભાવ એ ગોલ્ડ બોન્ડના ઇશ્યૂ અને રિડેમ્પશન કિંમત નક્કી કરવા માટેનો આધાર છે. છેલ્લા નાણાકીય વર્ષ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ (૬૭મું ગોલ્ડ બોન્ડ)ની ચોથી અને અંતિમ શ્રેણી ૨૧ ફેબ્રુઆરીના રોજ સબસ્ક્રાઇબર્સને જારી કરવામાં આવી હતી. આ બોન્ડ ઓગસ્ટ ૨૦૨૪ પહેલા ઉપલબ્ધ થવાની પણ શક્યતા નથી. જેમની પાસે ડીમેટ એકાઉન્ટ છે તેઓ સેકન્ડરી માર્કેટમાં આ બોન્ડ ખરીદી શકે
નિયમો મુજબ, સોવરિન ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત એ સબ્સ્ક્રિપ્શન સમયગાળાના તુરંત પહેલાના ૩ ટ્રેડિંગ દિવસો માટે IBJA તરફથી પ્રાપ્ત ૨૪ કેરેટ સોના (૯૯૯)ના બંધ ભાવની સરેરાશ છે. જ્યારે પ્રારંભિક ૯ સિરીઝ માટે અંતિમ વિમોચન કિંમત ઇશ્યૂની પાકતી તારીખના તરત પહેલાના અઠવાડિયા (સોમવાર-શુક્રવાર) માટે IBJA તરફથી પ્રાપ્ત સોના (૯૯૯)ની બંધ કિંમતની સરેરાશ હશે. જ્યારે અનુગામી શ્રેણી માટે તે પાકતી તારીખના તુરંત પહેલાના ૩ કાર્યકારી દિવસો માટે IBJA તરફથી પ્રાપ્ત સોનાના બંધ ભાવ (૯૯૯)ની સરેરાશ હશે.નિષ્ણાતોના મતે, સોવરિન ગોલ્ડ બોન્ડની કોઈ શ્રેણી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી નથી. તે ઓગસ્ટ પહેલા લોન્ચ થવાની આશા નથી. જ્યારે સોનાના ભાવમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે. તેથી, ડીમેટ ખાતા ધારકો પ્રીમિયમ પર પણ સેકન્ડરી માર્કેટમાં ગોલ્ડ બોન્ડ ખરીદવામાં રસ લઈ રહ્યા છે.