હિરો હિરોઈન નામની ફિલ્મમાં કામ કરશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં શોર્ટ ફિલ્મ અને વેબ સીરિઝમાં જ સક્રિય રહી છે.
એકટ્રેસ ઈશા દેઓલ મોટા પડદે પાછી ફરી રહી છે. જોકે, તે કોઈ હિંદી નહીં પરંતુ ‘હિરો હિરોઈન ‘ ટાઈટલ ધરાવતી એક તેલુગુ ફિલ્મમાં દેખાશે. ઈશા દેઓલ છેલ્લા કેટલાક સમયથી માત્ર ઓટીટી વેબ સીરિઝ તથા કેટલીક શોર્ટ ફિલ્મોમાં જ સક્રિય રહી છે. થોડા સમય અગાઉ અજય દેવગણ સાથે ‘રુદ્ર વેબ સીરિઝ’ તથા સુનિલ શેટ્ટી સાથે ‘હંટર’ સીરિઝમાં કામ કરી ચૂકી છે. બહુ લાંબા સમયથી મોટા પડદા પર તેની કોઈ ફિલ્મ આવી નથી. ઈશાના ઓરમાન ભાઈઓ સની દેઓલ તથા બોબી દેઓલ તાજેતરમાં મોટા પડદે બહુ સફળતાપૂર્વક રીતે પુનરાગમન કરી ચૂક્યા છે.