ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આજે લગ્નના બંધનમાં બંધાયા છે. અનંત રાધિકાના ગળામાં વરમાળા પહરેવી છે. આ લગ્ન મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયા હતા. આ સાથે બંને કપલની તસવીરો પણ સામે આવી છે. લગ્ન કરતી વખતે રાધિકાએ ટ્રેડિશનલ ગુજરાતી રેડ એન્ડ વ્હાઈટ લુકમાં જોવા મળી હતી.
લગ્નમાં દેશ-વિદેશના સેલિબ્રિટીનો જમાવડો
આ પહેલા બંને ગુજરાતના જામનગરમાં બંને કપલના પ્રી-વેડિંગ ધામધૂમથી ઉજવાયો હતો. લગ્નમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના દિગ્ગજ મહેમાનો પણ પહોંચી ગયા છે. અનંત-રાધિકાના લગ્નનું આયોજન 14 જુલાઈ સુધી ચાલશે. કદ્રાશિયા સિસ્ટર્સ સહિત ઘણા હૉલીવુડ અને ઈન્ટરનેશનલ સેલિબ્રિટિ પણ તેમના લગ્નના સાક્ષી બન્યા છે.
લગ્નમાં આ દિગ્ગજો પહોંચ્યા
અનંત અને રાધિકાના લગ્નમાં આજે દેશ-વિદેશના અનેક સેલિબ્રિટિઓએ જોવા મળ્યા હતા. અહીં તમામ સેલિબ્રિટીઓ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતા. બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર, ઈબ્રાહિમ-સારા અલી ખાન, અનન્યા પાંડે, રાજકુમાર રાવ, જેકી શ્રોફ, વિધુ વિનોદ ચોપડા પરિવાર, વીર પહાડિયા, મીજાન જાફરી સહિતના દિગ્ગજ અભિનેતા-અભિનેત્રીઓ આકર્ષકમાં લુકમાં જોવા મળ્યા હતા, તો સાઉથના સુપર સ્ટાર યશ, રામચરણ, રશ્મિકા મંદાના સહિતના સ્ટાર્સ પણ લગ્નના સાક્ષી બન્યા હતા. વિશ્વની દિગ્ગજ સિંગર રેમા (ડિવાઈન ઈકુબોર) તેમજ ડબલ્યુડબલ્યુએફના સ્ટાર જોન શીનાએ પણ લગ્નમાં હાજરી આપી હતી.
વરરાજા અનંતનો ફર્સ્ટ લુક આવ્યો સામે
આ પહેલા અંબાણી પરિવારની જાકમજોળ તસવીર સામે આવી હતી, જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા મેહતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલ સહિતનો પરિવાર આકર્ષક લુકમાં જોવા મળી રહ્યા છે.