વાંચો તમારું 13 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના  કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડનો સામનો કરવો પડે.

વૃષભ : આપની બુદ્ધિ-મહેનત- અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.

મિથુન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન- મકાન- વાહનના કામમાં સંભાળવું પડે.

કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ – નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. રાજકીય સરકારી કામમાં સાનુકુળતા મળી રહે. મિલન- મુલાકાત થાય.

તુલા : દિવસ દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખવા. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

વૃશ્ચિક : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતા આનંદ રહે. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા જણાય.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ- શ્રમ કાર્યભારમાં વધારો જણાય.

મકર : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અગત્યના કામકાજ અંગેની મિલન – મુલાકાત થઈ શકે.

કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા રહે. નાણાકીય લેવડ દેવડમાં આપે સાવધાની રાખવી પડે. ધંધામાં નુકસાનીથી સંભાળવું પડે.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવતા રાહત રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *