અભિનેતા સિદ્ધાર્થ શુકલના આકસ્મિક અવસાનથી બધાને જબરદ્સત આઘાત લાગ્યો અને તેન ેપણત્રણ વર્ષ થવામાં છે. બીજી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી સિદ્ધાર્થ શુકલનું તત્કાળ નિધન થયું હતું. જો કે સિદ્ધાર્થ શુકલ આજે પણ તેના ફેન્સ અને સહ-કલાકારોના હૃદયમાં જીવે છે. ધબકે છે. મે ૨૦૨૧ માં વેબ શો ‘બ્રોકન બટ બ્યુટિફૂલ-૩’ સ્ટ્રિમિંગ થયો એ પછી સપ્ટેમ્બર મહિનામાં જ સિદ્ધાર્થનું અકાળ મોત થયું હતું.
સિદ્ધાર્થ શુકલની સ્મૃતિને યાદ કરતાં નિર્માતા- દિગ્દર્શક એકતા કપૂરે તાજેતરમાં જ એવી ઘોષણા કરી હતી કે ‘તેઓ શોની ચોથી સીઝન છોડી દેશે….. મારા આ વર્ષની શરૂઆત પ્રેમથી થશે…. અને તે એક લવસ્ટોરી છે! જેમ જેમ હું હું પ્રેમની ઝંખના ગુમાવવવાની બીજી વાર્તા લખવાની શરૂઆત કરું છું અને મને પ્રશ્ન થાય છે કે શા માટે સિઝન ૪ નહીં! તેના જવાથી તેની યાદમાં સિઝન-૪ નહીં હોય અને હું માનું છું કે કેટલીક લવસ્ટોેરીઓનો અંત જ નથી હોતો! હવે અન્ય એક સિઝન માટે અન્ય એક લવસ્ટોરી હશે. એમ એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકી હતી, તેમાં લખ્યું હતું અને તેણે શોની પાંચમી સીઝનની જાહેરાત કરી હતી. એકતા કપૂરના આ નિર્ણય અંગે પ્રત્યાઘાત વ્યક્ત કરતાં અભિનેત્રી સોનિયા રાઠીએ જણાવ્યું હતું કે આ તો એક સારી શરૂઆત છે. સોનિયા રાઠીએ ‘બ્રોકન એન્ડ બ્યુટિફૂલ-૩’ માં સિદ્ધાર્થ શુકલ સાથે કામ કર્યું હતું.
મને નથી લાગતું કે અગસ્ત્ય અને રુમી (તેમના પાત્રો)ની વાર્તા સિદ્ધાર્થ વિના આગળ વધવી જોઈતી હતી, તે યોગ્ય ન લાગ્યું હોત,’ એમ સોનિયા રાઠીએ જણાવ્યું હતું. વધુૂમાં ઉમેરતા સોનિયા કહે છે કે, ‘આ તો વાસ્તવમાં તેમના (સિદ્ધાર્થ) માટે એક સુંદર અંજલિ છે. એકતા જાણતી હતી કે સિઝન-૪ નહીં થઈ શકે. આવું તો કોઈની સાથે પણ બની શકે છે, પરંતુ તે અગસ્ત્ય શું હતો તે સમજાવે છે. અને રુમીની વાર્તા તેના વિના આગળ વધી શકતી નથી.
સિદ્ધાર્થ શુકલની ‘અજોડ આભાર’ ને યાદ કરીને સોનિયા રાઠી તેના જેવા કલાકાર સાથે કામ કરવા બદલ ‘ધન્યતા’ અનુભવે છે. સોનિયાએ વધુમાં ઉમેર્યું કે ‘સેટ પર તેણે જે ઊર્જા અને સકારાત્મકતા લાવી તે પ્રેરણાદાયક હતી.
‘તે (સિદ્ધાર્થ) મારા માટે એક એક માર્ગદર્શક હતા. મને અમારી વચ્ચે થયેલી ાલંબી વાતચીત યાદ છે. જ્યાં તેણે મને સલાહ પણ આપી છે. કારણ કે હું ઘણી નવી હતી. મેં તેમની પાસેથી ઘણું શીખીછું. હું હંમેશાં આ બાબત અંગે વિચારતી રહું છું. આ સમય મારા માટે અવિસ્મરણીય છે. અનેતે મને ખુશ સમજશે,’ એમ રાઠીએ સમાપન કરતા જણાવ્યું હતું.