આનંદ એલ રાય આ ફિલ્મ બનાવી રહ્યા છે.રોમાન્ટિ ક ફિલ્મનુ શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરૂ થશે, એ. આર. રહેમાન મ્યુઝિક આપશે.
આનંદ એલ રાય તેમના માનીતા કલાકાર ધનુષને લઈને એક રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે આ ફિલ્મ માટે હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરીની પસંદગી થઈ છે. ‘તેરે ઈશ્ક મેં’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મ માં ધનુષ એંગ્રી યંગ મેનની ભૂમિકામાં હશે. તેની સામે બહુ જ ભાવુક યુવતીની ભૂમિકા માટે આનંદ એલ રાયને કોઈ હિરોઈનની તલાશ હતી. આખરે તેમણે તૃપ્તિને આ રોલ માટે સિલેક્ટ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ લાંબા સમય પહેલાં શરુ થઈ જવાનું હતું. પરંતુ, ધનુષની તારીખો મળવામાં મુશ્કેલીના કારણે તેમાં વિલંબ થયો છે. હવે શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરુ થવાનુ છે. ફિલ્મમાં એ. આર. રહેમાન સંગીત આપવાના છે.