દિલ્હી ચાંદી ઉછળીને રૂ. ૯૪૨૭૦ની નવી ટોચે જ્યારે સોનામાં થયેલી પીછેહઠ

  દિલ્હી બુલિયન બજારમાં આજે ચાંદી રૂ.૮૭૦ ઉછળીને રૂ.૯૪૦૦૦ની સપાટી કૂદાવીને રૂ.૯૪૨૭૦ની નવી ટોચે પહોંચ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોની વેચવાલી બતાવતા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ફરી ઉંચકાતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૯૨થી ૨૩૯૩ ડોલરવાળા આજે નીચામાં ૨૩૬૮ થઈ ૨૩૭૫થી ૨૩૭૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૧.૨૧થી ૩૧.૨૨ વાળા નીચામાં ૩૦.૮૨ થઈ ૩૧.૧૧થી ૩૧.૧૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૪૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૦૦૦ બોલાતા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના જો કે રૂ.૧૦૦૦ વધી રૂ.૯૩૦૦૦ રહ્યા હતા.મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર ૯૯.૫૦ના   ભાવ રૂ.૭૨૯૫૦ વાળા રૂ.૭૨૪૫૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૩૨૫૦ વાળા રૂ.૭૨૭૪૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૧૯૫૦ વાળા આજે રૂ.૯૧૭૩૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીના ભાવ જીએસટી સાથે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૩૧ વાળા ૧૦૧૧થી ૧૦૧૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૩૦ વાળા ૧૦૧૭થી ૧૦૧૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે વધ્યા મથાળે મક્કમ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ બેરલના બ્રેન્ટ ક્રૂડના ૮૬.૫૪ વાળા નીચામાં ૮૫.૫૯ થઈ ૮૬.૧૪ ડોલર રહ્યા હતા.યુએસ ક્રૂડના ભાવ ૮૩.૧૬ વાળા નીચામાં ૮૨.૧૦ થઈ ૮૨.૫૨  ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ સોનામાં ચીનની નવી ખરીદી બે મહિનાથી ધીમી પડી ગઈ છે અને તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઇ હતી.મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. ડોલરના ભાવ  રૂ.૮૩.૪૯ વાળા સવારે રૂ.૮૩.૪૫ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૩.૪૩ થઈ ઉંચામાં ભાવ રૂ.૮૩.૫૧ થઈ છેલ્લે  બંધ ભાવ રૂ.૮૩.૫૦ રહ્યા હતા.શેરબજારમાં પીછેહટની અસર કરન્સી બજારમાં રૂપિયા પર વર્તાતી હતી તથા બપોર સુધી રૂપિયો ઉંચકાયા પછી ફરી ઘટયાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *