સોનાક્ષી પ્રેગનન્ટ હોવાથી ઉતાવળે લગ્ન કયાનો દાવો

સોનાક્ષીના મિત્ર વર્તુળોને ટાંકીને કાનાફૂસી. આલિયાએ પણ લગ્નના થોડા સમયમાં જ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી.

સોનાક્ષી સિંહા પ્રેગનન્ટ હોવાથી તેણે ઉતાવળે લગ્ન કરી લીધાં છે તેવો દાવો કરતી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે. સોનાક્ષીના મિત્ર વર્તુળોને ટાંકીને આ દાવો થઈ રહ્યો છે. એક સોશિયલ મીડિયા સાઈટ પર એક યૂઝરે દાવો માહિતગાર સ્ત્રોતોને ટાંકીને દાવો કર્યો હતો કે સોનાક્ષી પ્રેગનન્ટ છે એટલે જ તેણે ઝહીર ઈકબાલ સાથે ઉતાવળે લગ્ન કરી લીધાં છે. તે પિતા શત્રુધ્ન સિંહાની તબિયતના સમાચાર જાણવા જ હોસ્પિટલ ગઈ હતી તે સાચું છે પરંતુ એ પણ હકીકત છે કે સોનાક્ષી અત્યારે પ્રેગનન્ટ છે. તે ઝહીર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે પરંતુ હાલ લગ્નની ઉતાવળ કરવામાં આવી તે માટે આ જ કારણ જવાબદાર છે. સોનાક્ષી હાલ પતિ ઝહીર ઇકબાલ સાથે હનીમૂન ગાળી રહી છે. તેમજ તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીરહી છે. તે થોડા મહિનાઓમાં જ આલિયા ભટ્ટની માફક પોતાની પ્રેગનન્સીની ઘોષણા કરે તો નવાઇ નહીં એવી ચર્ચા છે.  આલિયાએ પણ લગ્ન કર્યાના થોડા સમયમાં જ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *