દિશા પટાણીના હાથના ટેટૂના આધારે ચર્ચા. કલ્કિના સેટ પર ડેટિંગની ચર્ચાઃ દિશાનું ટાઈગર સાથે બ્રેક અપ થઈ ચૂક્યું છે.
દિશા પટાણીના હાથ પર પીડી લખેલું ટેટૂ જોવા મળતાં તે પ્રભાસ સાથે ડેટ કરી રહી હોવાની ચર્ચાઓ શરુ થઈ છે. બંનેનું અફેર તાજેતરમા રીલિઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના સેટ પર શરુ થયું હોવાનું કહેવાય છે. આ ટેટૂ પરનું લખાણ પીડી વાસ્તવમાં પ્રભાસ અને દીશાના નામનું શોર્ટ ફોર્મ છે તેવી અટકળો થઈ રહી છે. જોકે, દિશા કે પ્રભાસે આ બાબતે કોઈ સ્પષ્ટતા આપી નથી. દિશા અગાઉ ટાઈગર શ્રોફ સાથે છ વર્ષ રિલેશનશિપમાં રહી હતી. બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. બીજી તરફ પ્રભાસનું નામ તેની ‘બાહુબલી’ ફિલ્મની કો સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે સંકળાઈ ચૂક્યું છે. આ ઉપરાંત ‘આદિપુરુષ’નાં શૂટિંગ વખતે પણ પ્રભાસ અને કૃતિ સેનન ડેટિંગ કરી રહ્યાં હોવાની અફવાઓ પ્રસરી હતી.