બેન્કમાં ત્રણ ફલેટ તારણમાં મૂક્યા. એકટ્રેસ દ્વારા એકસાથે બે મોટા પ્રોપર્ટી સોદાઓ અંગે ઈન્ડસ્ટ્રીમાં ગણગણાટ.
તમન્ના ભાટીયાએે મુંબઇના અંધેરી વિસ્તારની પોતાના ત્રણ રેસિડન્ટશિયલ ફ્લેટને ૭. ૮૪ કરોડ રૂપિયા લોન લઈ તારણમાં મૂકી દીધા છે. તેમજ અભિનેત્રીએ મુંબઇના જુહુ વિસ્તારમાં એક કમર્શયલ પ્રોપટી મહિનાના ૧૮ લાખ રૂપિયાના ભાડા પેટે પાંચ વરસ માટે લીધી છે. અભિનેત્રીના આ પ્રોપર્ટી સોદાઓ અંગે ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સી ચર્ચાઓ થી રહી છે. બહાર આવેલા દસ્તાવેજો અનુસાર તમન્નાએ જુહુ તારા રોડ પર ૬૦૫૦ ચોરસ ફૂટની એક ઓફિસ પાંચ વર્ષના ભાડે લીધી છે. પહેલાં ત્રણ વર્ષ આ પ્રોપર્ટીનું ભાડું ૧૮ લાખ રુપિયા હશે. ચોથાં વર્ષે તે ૨૦.૬૫ લાખ રુપિયા અને પાંચમાં વર્ષે ૨૦.૯૬ લાખ રુપિયા થશે. તેણે અંધેરી વેસ્ટના ત્રણ ફલેટ પર ૭. ૮૪ કરોડની લોન લીધી છે. આ માટે તેણે એક બેન્કમાં આ પ્રોપર્ટીઓ મોર્ટગેજ કરાવી છે. આ ત્રણ ફલેટ્સનું ક્ષેત્રફળ ૨૫૯૫ સ્કવેર ફીટ છે. બોલીવૂડમાં તાજેતરમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અભિષેક બચ્ચન તથા આમિર ખાન સહિતના સ્ટાર દ્વારા રેસિડેન્શિયલ તથા કમર્શિઅલ પ્રોપર્ટીમાં મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે.