અપડેટ રહેવા માટે ઉપયોગ કરે છે. અગાઉ રણબીર પણ ખાનગીમાં ઈન્સ્ટા પર સક્રિય હોવાનું બહાર આવ્યું હતું.
સૈફ અલી ખાને પોતાનું એક ખાનગી ઈન્સ્ટા એકાઉન્ટ હોવાનું કબૂલ્યું છે. તેના દાવા અનુસાર આ એકાઉન્ટનો ઉપયોગ તે અપડેટ રહેવા માટે તથા ક્યારેક ફક્ત બ્રાઉઝિંગનો આનંદ માણવા માટે કરે છે. સૈફનું પોતાનું કોઈ ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ નથી. તેના મતે તેને કોઈ ઈન્સ્ટા એકાઉન્ટ નહિ હોવાથી શાંતિ લાગે છે કારણ કે કોઈ તેને કોઈ પ્રકારના પ્રમોશન માટે આગ્રહ કરતું નથી. તેણે કહ્યું હતું કે પોતે ઘણીવાર આ સિક્રેટ એકાઉન્ટ ડિલીટ કરવાનું વિચારે છે પરંતુ આ નિર્ણય અમલમાં મુકી શકતો નથી.
સૈફની છાપ બહુ મીડિયા ફ્રેન્ડલી સ્ટાર તરીકેની નથી. જોકે, એ પણ હકીકત છે કે સૈફ અને કરીનાનો પુત્ર તૈમુર સોશિયલ મીડિયા પર સૌથી વધુ એન્ગેજમેન્ટ ધરાવતો સ્ટાર કિડઝ છે. પાપારાઝીઓ તૈમુરની ગતિવિધિઓ સતત કેમેરામાં કેદ કરતા રહે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. બોલીવૂડના કેટલાક સ્ટાર્સ અધિકૃત રીતે નહિ પરંતુ ખાનગી રીતે ઈન્સ્ટા પર સક્રિય હોવાનું જાણીતું છે. રણબીર કપૂર સોશિયલ મીડિયા પર ક્યાંય અધિકૃત એકાઉન્ટ ધરાવતો નથી પરંતુ તે ઈન્સ્ટા પર ખાનગી રીતે સક્રિય છે અને તેના દ્વારા અન્ય સ્ટાર્સની હિલચાલ તથા બોલીવૂડની કેટલીક બાબતો પર નજર રાખે છે તેવું અગાઉ પણ બહાર આવી ચૂક્યું છે.
બીજી તરફ કેટલાક સ્ટાર્સ સોશિયલ મીડિયાના એડિક્ટ છે. જાહ્વવી કપૂર જેવા સ્ટાર્સ દિવસના અનેક વખત ઈન્સ્ટા પર અપડેટ કર્યા કરે છે. સોશિયલ મીડિયા પર સૌથી સક્રિય સ્ટાર્સમાં પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે. ક્યારેક તો અમિતાભ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર આખી રાત સક્રિય હોય છે.