નાના સામે ફરી એફઆઈઆરની ધમકી નાનાએ જાતીય શોષણના આરોપો ખોટા ગણાવ્યા બાદ તનુશ્રીના નવા આક્ષેપો
નાના પાટેકર સાવ ખોટાબોલો છે. તેણે મને ધમકીઓ આપી હતી અને શારીરિક નુકસાન પણ પહોંચાડયું હતું. હું ધારું તો તેની સામે નવી એફઆઈઆર નોંધાવી શકું તેમ છું તેમ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જણાવ્યું છે. નાના પાટેકરે ૨૦૦૮માં ‘હોર્ન ઓકે’ નામની ફિલ્મનાં શૂટિંગ વખતે જાતીય સતામણી કરી હોવાના આરોપો તનુશ્રી દત્તાએ ૨૦૧૮માં ‘મી ટૂ મુવમેન્ટ’ દરમિયાન કર્યા હતા. થોડા દિવસો પહેલાં નાના પાટેકરે એક ઈન્ટરવ્યૂમાં આ આક્ષેપોને ખોટા ગણાવી નકારી કાઢ્યા હતા.
નાના દ્વારા અપાયેલા આ રદિયાથી તનુશ્રી દત્તા વિફરી છે.
તેણે કહ્યું હતું કે નાના વર્ષો પછી આ આક્ષેપો વિશે વાત કરી રહ્યો છે કારણ કે હું તેના પર હત્યાનું કાવતરું, ધમકી, પીછો કરવો અને શારીરિક નુકસાન પહોંચાડવા માટે વધુ એક એફઆરઆઇ નોંધાવી શકું તેમ છું. તે હવે ડરી ગયો છે અને બોલીવૂડમાં તેને મળતો ટેકો ઓછો થઈ ગયો છે. તેની ચાલાકી લોકો સમજી ગયા છે. તેથી તે છ વરસ પછી ફરી મને ખોટી પાડવા પ્રયાસ કરી રહ્યો છે. નાનાને ખોટું બોલવાની બીમારી છે.