ઉલઝમાં જાહ્વવી આઈએફએસ ઓફિસરના રોલમાં.આ સપ્તાહમાં રીલિઝ થનારી કલ્કિ 2989 એડી જુલાઈ ફર્સ્ટ વીકમાં ઉલઝને નડે તેમ હતી.
જાહ્વવી કપૂરની ફિલ્મ ‘ઉલઝ’ આગામી પાંચમી જુલાઈએ રજૂ થવાની હતી તેને બદલે હવે એક મહિનો મોડી આગામી બીજી ઓગસ્ટના રોલ રીલિઝ થશે. પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સહિતના કલાકારો ધરાવતી ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની ટક્કર ટાળવા માટે જાહ્વવીની ફિલ્મને પાછી ઠેલવામાં આવી હોવાનું કહેવાય છે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’ આ સપ્તાહમાં રીલિઝ થઈ રહી છે. મોટા સ્ટાર્સ તથા તોતિંગ બજેટ ધરાવતી આ ફિલ્મ બે-ત્રણ અઠવાડિયાં પણ ટિકિટબારી પર સારી ચાલે તો તેના કારણે જાહ્વવીની ફિલ્મને ઓપનિંગ મળતાં તકલીફ થાય તેમ છે. આથી, સર્જકોએ ફિલ્મ પાછી ઠેલવી પડી છે. ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું કે ‘ઉલઝ’માં જાહ્નવી ઈન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસરની મુખ્ય ભૂમિકામાં છે. તેણે એકલીએ જ આ ફિલ્મનો સઘળો ભાર વેઠયો છે. જાહ્વવી કમર્શિએલી એવી મોટી સ્ટાર નથી કે તેના એકલના દમ પર કોઈ ફિલ્મ ચાલી શકે અને તે પણ પ્રભાસ તથા દીપિકા જેવા સ્ટાર્સની ફિલ્મ સામે ટક્કર લઈ શકે. આથી, એક નોંધપાત્ર ઓપિનિંગ મેળવવા માટે પણ સર્જકોએ આ ફિલ્મને પાછી ઠેલવા સિવાય કોઈ ઉપાય ન હતો.