બંનેએ લગ્નમાં સાથે હાજરી આપી હતી. આલિયા, રણવીર સહિતના કલાકારોનો એક્ટિંગ કોચ રચિત કર્મા કોલિંગ ફિલ્મમાં દેખાયો હતો.
હુમા કુરેશી અને રચિત સિંહ ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા કેટલાક સમયથી છે. હાલમાં બંનેએ સોનાક્ષી સિંહાના લગ્નના તમામ પ્રસંગોમાં સાથે સાથે હાજરી આપી તે પછી બંનેનું ડેટિંગ કન્ફર્મ થઈ ગયું છે. રચિત સિંહ બોલીવૂડનો એક જાણીતો એકટિંગ કોચ અને એકટર પણ છે. તેણે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વરુણ ધવન, વિક્કી કૌશળ,અનુષ્કા શર્મા અને સૈફ અલી ખાનનો ટ્રેનર રહી ચુક્યો છે. તેણે રવીના ટંડનની ‘કર્મા કોલિંગ’માં કામ કર્યું હતું. રચિતે રવીના ટંડન અને વરુણ સૂદની કર્મા કોલિંગમાં પણ કામ કર્યું હતું. હુમા કુરેશીના ભાઈ સાકિબ સાથે પણ રચિતને સારી દોસ્તી છે. હુમા અને રચિત અગાઉ પણ કેટલીક ઈવેન્ટમાં સાથે દેખાયાં છે. પરંતુ, સોનાક્ષીના લગ્નમાં હુમા એક પારિવારિક મિત્રની જેમ તમામ નાના મોટા પ્રસંગો અને વિધિઓમાં હાજર રહી હતી અને રચિત તેની સાથે ને સાથે જોવા મળ્યો હતો. તે પછી હુમા અને રચિતનું ડેટિંગ ચાલતું હોવાનું વધુ કન્ફર્મ થયું છે.