સોનામાં વધુ ઘટાડો: વિશ્વ બજારમાં આંચકા પચાવી વધ્યું

  મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ધીમી ગતિએ આગળ વધ્યો હતો. કરન્સી બજારમાં ડોલરની પીછેહટની અસર ઝવેરી બજાર પર વર્તાઈ રહી હતી. વિશ્વ બજારમાં જો કે સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૩૨૧થી ૨૩૨૨ વાળા વધી ૨૩૩૨ થઈ ૨૩૨૬થી ૨૩૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ વચ્ચે વિશ્વ બજારમાં આજે સોનામાં  ઘટાડે ફંડોનું બાઈંગ ફરી વધ્યાની ચર્ચા હતી.દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૩૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૧૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૯.૫૫થી ૨૯.૫૬ વાળા ઉંચામાં ૨૯.૭૨ તથા નીચામાં ૨૯.૩૪ થઈ ૨૯.૫૪થી ૨૯.૫૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૧  ટકા માઈનસમાં હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ જો કે વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૫.૨૪ વાળા ઉંચામાં ૮૫.૭૦ થઈ ૮૫.૩૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૦.૭૩ વાળા વધી ૮૧.૧૭ થઈ ૮૦.૮૨ ડોલર રહ્યા હતા. ડોલર ઈન્ડેકસ ઘટતાં વૈશ્વિક ક્રૂડતેલમાં પણ માગ ફરી વધ્યાની ચર્ચા  હતી. દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ આજે ઔંશના ૯૯૪થી ૯૯૫ વાળા ઉંચામાં ૧૦૦૮થી ૧૦૦૯ થઈ ૧૦૦૧થી ૧૦૦૨ ડોલર રહ્યા હતા.પેલેડીયમના ભાવ  ૯૫૪થી ૯૫૫ વાળા ઉંચામાં ૧૦૦૨થી ૧૦૦૩ થઈ ૯૯૪થી ૯૯૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૩૭૫ વાળા રૂ.૭૧૩૨૮ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૧૬૭૫ વાળા રૂ.૭૧૬૧૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૮૭૦૦ વાળા રૂ.૮૮૬૭૧ રહ્યા હતા.મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, સિંગાપોરમાં ગોલ્ડમાં વેપાર વધી રહ્યાના વાવડ મળ્યા હતા. ભારતની રિઝર્વ બેન્કના દરિયાપારના ગોલ્ડ ર્ઝર્વમાં તાજેતરમાં ઘટાડો થતાં આવું રિધર્વ ઘટી ૬ વર્ષના તળિયે ઉતર્યું છે. સામે ઘરઆંગણે આમાં ૫૩ ટકાની વૃદ્ધી થયાનું  જાણકારોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *