વર્તમાન નાણાં વર્ષ માટે 6.80 ટકા વિકાસ દર અંદાજને S&Pએ જાળવ્યો

વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ૬.૮૦ ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. ઊંચા વ્યાજ દરો અને નીચા રાજકોષિય પ્રોત્સાહનાને પરિણામે માગ રૂંધાશે તેવી પણ એજન્સીએ ચિંતા વ્યકત કરી છે. બીજી બાજુ ૨૦૨૪ માટે ચીનના જીડીપી અંદાજમાં વધારો કરાયો છે. એશિયા પેસિફિક માટેના આર્થિક આઉટલુકમાં એજન્સીએ જણાવ્યું હતું કે, નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૮.૨૦ ટકા આર્થિક વિકાસ દર સાથે ભારતના અર્થતંત્રએ આશ્ચર્ય પૂરું પાડવાનું ચાલુ રાખ્યું છે.વર્તમાન નાણાં વર્ષમાં વિકાસ દર  ધીમો પડી ૬.૮૦ ટકા રહેવા અમારી ધારણાં છે. ઊંચા વ્યાજ દરો અને નીચા રાજકોષિય પ્રોત્સાહનો બિન-કૃષિ ક્ષેત્રમાં માગ પર અસર કરશે.નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ તથા ૨૦૨૬-૨૭ માટે એસએન્ડપીએ વિકાસ દરનો અંદાજ અનુક્રમે ૬.૯૦ ટકા તથા ૭ ટકા મૂક્યો છે. એસએન્ડપીનો અંદાજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ૭.૨૦ ટકાની ધારણાં કરતા નીચો છે. ગ્રામ્ય માગમાં વધારા અને ધીમા પડી રહેલા ફુગાવાની ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે વર્તમાન વર્ષના પ્રારંભમાં દેશનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૭.૨૦ ટકા મૂકયો હતો.ચીન માટે એસએન્ડપીએ ૨૦૨૪ માટેનો જીડીપી અંદાજ ૪.૬૦ ટકા પરથી વધારી ૪.૮૦ ટકા કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *