નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લીસ્ટેટ એવી ૨૩૪૮ કંપનીઓમાં ૫૧૦ કંપનીઓમાં મહિલા એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરો છે..સંખ્યા ઘણી ઓછી પણ તે વધી રહી છે. ભારતના કોર્પોરેટ ક્ષેત્રે દિકરીઓ આગળ આવી રહી છે. બિરલા ગૃપની જેમ ટીવીએસ ગૃપ, મરૂગપ્પા, રીલાયન્સ, એપોલો હોસ્પિટલ, થર્મેક્સ જેવી નામાંકિત કંપનીઓમાં દિકરીઓને મહત્વના હોદ્દા સોંપાઇ રહ્યા છે. મોટી કંપનીઓના પગલે નાની કંપનીઓ પણ ખાસ કરીને અનલીસ્ટેડ કંપનીઓ તો હવે દિકરા દિકરી વચ્ચે બહુ ભેદભાવ નથી કરતી. જો આવો ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી પાંચ વર્ષમાં દરેક કંપનીમાં નિર્ણાયક પોસ્ટ પર મહિલાઓ જોવા મળશે.
લડકી હૂં લડ સકતી હૂં.. તે ભલે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીનું ચૂંટણી સ્લોગન હોય પરંતુ તેને હસ્તગત ભારતના કોર્પોરેટ ક્ષેત્રની મહિલાઓએ કર્યું છે એમ કહી શકાય. જે ક્ષેત્રમાં મહિલાઓને બહુ ચાન્સ નહોતો મળતો ત્યાં કંપનીના પ્રમોટર્સની દિકરીઓ ટોપનું સ્થાન લેવા લાગી છે. અનન્ય બિરલા, ઇશા અંબાણી, નંદિની, દેવયાની, અવર્ના, લક્ષ્મી વેનુ, સુનિતા-શોભના-સંગિતા, પ્રિયંવદા, દેવકિ વગેરે નામો વચ્ચે સામ્ય એ છે કે તે કોર્પોરેટ ક્વિનની યાદીમાં આવવા લાગી છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લીસ્ટેટ એવી ૨૩૪૮ કંપનીઓમાં ૫૧૦ કંપનીઓમાં મહિલા એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરો છે. તાજેતરમાં આ મહિનાની શરૂઆતમાં અબજોપતિ કુમાર મંગલમ બિરલાની દિકરી અનન્ય બિરલાએ સોશ્યલ નેટવર્ક પર લખ્યું છે કે મારા સંગીતના શોખને હું બાજુ પર મુકીને હવે ફૂલ ટાઇમ બિઝનેસ પર ધ્યાન આપીશ. તણે એમ પણ લખ્યું છેકે મારા માટે આ નિર્ણય લેવો બહુ અઘરો હતો પરંતુ મેં બિઝનેસને પ્રાધાન્ય આપ્યું છે. આજે તે ૨૯ વર્ષની છે પરંતુ તે ૧૭ વર્ષની હતી ત્યારથી બિઝનેસ સાથે સંકળાયેલી છે. ૧૭ વર્ષે તેણે સ્વતંત્ર માઇક્રોફીન નામની કંપની ઉભી કરી હતી. ગયા વર્ષે જ્યારે ચૈતન્ય ઇન્ડિયાએ તેને હસ્તગત કરી ત્યારે તે કંપની બીજા નંબરની સૌથી મોટી માઇક્રોફાઇનાન્સ કંપની હતી. હોમ ડેકોર બ્રાન્ડ ઇકાઇ ઐસી પણ અનન્ય બિરલો બજારમાં મુકી હતી.
જાન્યુઆરી ૨૦૨૩માં તેને આદિત્ય ગૃપની ફેશન એન્ડ રીટેલ કંપની તેમજ ફેબુ્રઆરી ૨૦૨૩માં ગ્રાસીમના બોર્ડમાં સમાવેશ કરાયો હતો. તેની સાથે તેના ભાઇ આર્યમનને પણ ચાન્સ અપાયો હતો.ભારતના કોર્પોરેટ ક્ષેત્રે દિકરીઓ આગળ આવી રહી છે. બિરલા ગૃપની જેમ ટીવીએસ ગૃપ, મરૂગપ્પા, રીલાયન્સ, એપોલો હોસ્પિટલ, થર્મેક્સ જેવી નામાંકીત કંપનીઓમાં દિકરીઓને મહત્વના હોદ્દા સોંપાઇ રહ્યા છે. કેટલીક કોર્પોરેટ કંપનીઓમાં એક એવો ટ્રેન્ડ જોવા મળતો હતો કે જો પુરૂષ વારસદાર હોય તો તેની નિમણૂક આડે કોઇ વિવાદ જોવા નહોતો મળતો પરંતુ જો તે દિકરી હોય તો તેને સુકાન સોંપતા પહેલાં સો વાર વિચાર કરવામાં આવતો હતો.જે રીતે અનન્યાને કંપનીના બોર્ડમાં રહેવાનો ચાન્સ મળ્યો છે એ રીતે અન્ય કંપનીઓએ પણ પોતાના પરિવારની દિકરીઓને આગળ વધવા કંપનીના બોર્ડના દરવાજા ખોલી આપ્યા છે.
ઉદાહરણ તરીકે ટીવીએસ ગૃપ, મુરૂગપ્પા, રીલાયન્સ, એપોલો હોસ્પિટલ,થર્મેક્સ જેવી નામાંકીત કંપનીઓેએ તેમના પરિવારની દિકરીઓને આગળ વધવાનો ચાન્સ આપવો શરૂ કર્યો છે. મોટી કંપનીઓની દેખાદેખી તેમજ અનુકરણ કરીને અન્ય કંપનીઓએ પણ મહિલાઓને ટોપની પોસ્ટ આપવાનું શરૂ કર્યું છે. આમ હવે દિકરીઓ ફેમિલી બિઝનેસમાં નિર્ણાયક પોસ્ટ પર જોવા મળી રહી છે.મોટી કંપનીઓના પગલે નાની કંપનીઓ પણ ખાસ કરીને અનલીસ્ટેડ કંપનીઓતો હવે દિકરા-દિકરી વચ્ચે બહુ ભેદભાવ નથી કરતી. જો આવો ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી પાંચ વર્ષમાં દરેક કંપનીમાં નિર્ણાયક પોસ્ટ પર મહિલાઓ જોવા મળશે.રીલાયન્સના નિતા અંબાણીએ એક વાર કહ્યું હતું કે હું મારા ત્રણેય સંતાનો ઇશા, અનંત અને આકાશ વચ્ચે કોઇ ભેદભાવ નથી રાખતી. એમ લાગે છે કે તેમની માન્યતાને તેમણે અમલમાં પણ મુકી છે. રીલાયન્સમાં ઉત્તરાધિકારનો પ્લાન પણ તેજ રીતે તૈયાર થતો જોવા મળી રહ્યો છે.
જેમ ઇશા અંબાણી અને દેવયાનીને પિતાની કંપનીમાં ટોચનો હવાલો સોંપાયો છે એમ નંદીનીનું પણ છે. અજય પિરામલે તેમની દિકરી નંદિનીને ફાર્માસ્યુટીકલ બિઝનેસનો હવાલો સોંપ્યો છે. એવીજ રીતે ઉદ્યોગપતિ સંજીવ ગોયેન્કાએ તેમની દિકરી અવર્ના જૈનને સારેગમા ઇન્ડિયાના વાઇસ ચેરમેન તરીકે નીમ્યા છે. અવર્નાનો ભાઇ શાશ્વત સંજીવ ગોયેન્કા ગૃપનો વાઇસ ચેરમેન છે. અદી ગોદરેજે પણ તેમની દિકરીને ગોદરેજનું કન્ઝયુમર ડિવિઝનમાં એક્ઝીક્યુટીવનું પદ આપ્યું હતું.ગુજરાત તેમજ મહારાષ્ટ્રની કંપનીઓ ઉત્તરાધિકારી પસંદ કરવામાં દિકરા-દિકરીનો ભેદભાવ નહીં જોવાનો ટ્રેન્ડ શરૂ થયો હોવાનું જોવા મળેે છે પરંતુ દક્ષિણના રાજ્યોના મોટા ભાગના બિઝનેસ ગૃહો દિકરા-દિકરીમાં બહુ ભેદભાવ નથી રાખતા. સુંદરમ- ક્લેટોન કંપનીમાં લક્ષ્મી વેનુ, લુકાસ ટીવીમાં પ્રિયંવદા બાલાજી, એપોલો સિસ્ટર્સ તરીકે જાણીતી ત્રણ બહેનો સુનિતા-શોભના-સંગિતા,ઇન્ડિયા સિમેન્ટમાં રૂપા ગુરૂનાથ, એએમ ઇન્ટરનેશનલમાં દેવકિ અશ્વિન વગેરે એવા નામો છે કે જે તેમની કંપનીઓમાં નિર્ણાયક હોદ્દાઓ પર છે.
એક અહેવાલ અનુસાર મારવાડી બિઝનેસ ગૃપોમાં દિકરીઓને બિઝનેસમાં બહુ ચાન્સ નથી અપાતો પરંતુ વસંત કુમાર બિરલાએ અલગ વિચારસરણી રાખી હતી. તેમની જયશ્રી ટીકંપનીનું કામ સૌથી મોટી દિકરી જયશ્રી મહોતાને સોંપ્યું હતું. કોસોરમ ટેક્સટાઇલનું મંજૂશ્રી ખૈતાનને જ્યારે મંગલમ સિમેન્ટ કંપનીનો હવાલો વિદૂલા જલાનને સોંપ્યો હતો. બંગાળના બિઝનેસ ગૃપ દિકરા-દિકરીને એક સમાન ગણે છે. પેપ્સીકોના બીજા નંબરના સૌથી મોટા બોટલીંગ પ્લાંન્ટનો વહિવટ કરવા સહીતના અન્ય બિઝનેસમાં કાર્યરત એવી ત્રણ અબજ ડોલરની કંપની આર.જે. કોર્પોરેશનના ફાઉન્ડર ૭૦ વર્ષના રવિ જયપુરીયાએ કંપનીના ઉત્તરાધિકારીનો પ્લાન બે મહિના પહેલાં જાહેર કર્યો હતો. જેમાં તેમના ૩૬ વર્ષના પુત્ર વરૂણને ફૂડ અને બિવરેજીસનો બિઝનેસ સોંપ્યો છે જ્યારે ૩૯ વર્ષની દિકરી દેવયાનીને હેલ્થ કેર અને એજ્યુકેશનનો બિઝનેસ સોંપ્યો છે.અન્ય એક હકીકત તરફ પણ ધ્યાન દોરવું જરૂરી છેકે હજુ પણ કોર્પોરેટ ક્ષેત્ર મહિલાઓને જે પ્રતિનિધિત્વ આપવું જોઇએ તેમાં નબળું જોવા મળે છે. એનએસઇમાં લીસ્ટેડ એવી ૨૩૪૮ કંપનીઓમાંથી ૫૧૦ કંપનીઓમાં મહિલા એક્ઝિક્યુટીવ જોવા મળે છે. આ ૫૧૦ પૈકી ૩૯૭તો કંપનીના પ્રમોટરો એટલેકે માલિકોની દિકરીઓ છે.
સ્વબળે કોર્પોરેટ ક્ષેત્રે ટોચ પર પહોંચેલી મહિલાઓ એક આંગળીના વેઢે ગણાય એટલી પણ નથી. એક સમય હતો કે જ્યારે દિકરીઓના બદલે જમાઇને કંપનીમાં ચાન્સ આપવામાં આવતો હતો પરંતુ સમય પલટાયો છે. દિકરીઓ પણ ભણીને આગળ વધવા લાગી છે અને પોતાનો હક સમજવા લાગી છે.હવે જ્યારેે બિઝનેસમાં સ્પર્ધા વધી છે ત્યારે કંપનીઓ પણ પ્રમોટરોના સંતાનો પર ભરોસો મુકવા લાગી છે. અનેક બિઝનેસ ફેમિલીમાં દિકરા કરતાં દિકરી વધુ ભણેલી હોય છે. પરંપરાગત રીતે અનેક બિઝનેસ ફેમિલી એચયુએફ(હિન્દુ અનડિવાઇડેટ ફેમિલી) હેઠળ આવીને ટેક્સ બચાવવા પ્રયાસ કરે છે. આ એક્ટ અનુસાર દિકરી પણ કંપનીના કામમાં હકદાર છે.હવે તો કંપની એક્ટ પ્રમાણે પણ કંપનીએ બોર્ડમાં એક મહિલા ડિરેક્ટર રાખવા પડે છે. કેટલીક કંપનીઓ બહુ ઉસ્તાદ હોય છે તે નામ ખાતર મહિલાને સ્થાન આપે છે અને તેમને કંપનીના નિર્ણયો લેવાનું કોઇ કામ સોંપાતું નથી.હવે સમય પલટાયો છે. કંપનીમાં પ્રમોટરો પોતાની દિકરીઓ અને વહુઓને પણ નિર્ણાયક હોદ્દા સોંપવા લાગ્યા છે.