રીચા ચઢ્ઢાની ડિલિવરી વખતે અલી ફૈઝલ પેટરનિટી લીવ લેશે

એક મહિના સુધી સતત રીચાની સાથે રહેશે. તે પછી લગભગ પાંચ થી છ સપ્તાહ સુધી તે સંપૂર્ણ રીતે પેટરનિટી લીવ પર રહેશે. 

રીચા ચઢ્ઢા આવતા મહિને બાળકને જન્મ આપે તેવી સંભાવના છે. આ સમયગાળામાં એક્ટર પતિ અલી ફૈઝલે એક મહિનાની પેટરનિટી લીવ લેવાનું નક્કી કર્યું છે.  રીચાની ડિલિવરી સમયે અને તે પછી તે સતત રીચાની સાથે રહેવા માગે છે. આથી તેણે તેના તમામ પ્રોજેક્ટસના સર્જકોને તે પ્રમાણે તારીખો શિડયૂલ કરવા જણાવી દીધું છે. અલી ફૈઝલે તમામને મેસેજ મોકલ્યો છે કે તે તા. ૩૦મી જૂન પછી કોઈ શૂટિંગ નહીં કરે. અલી ફૈઝલનું ‘મેટ્રો ઈન દિનો’ ફિલ્મનું પાંચ – છ દિવસનું શૂટિંગ બાકી છે. આ ઉપરાંત ‘લાહોર ૧૯૪૭’માં તેના ભાગનું શૂટિંગ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. આ ઉપરાંત તેની ‘ઠગ લાઈફ’ ફિલ્મનું ઘણું શૂટિંગ બાકી છે. પરંતુ, અલી તેનું  બાકી શૂટિંગ હવે ઓગસ્ટમાં જ શરુ કરશે તેમ મનાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *