ઈશ્ક વિશ રિબાઉન્ડની બે દિવસની કમાણી બે કરોડ જૂની ઈશ્ક વિશ્ક ફિલ્મની ગૂડવિલ પણ ન મળી, પશ્મિનાની એક્ટિંગમાં પણ કોઈ દમ નથી
હૃતિક રોશનની કઝિન તથા સંગીતકાર રાજેશ રોશનની દીકરી પશ્મિના રોશમનની પહેલી ફિલ્મ ‘ઈશ્કવિશ્ક રિબાઉન્ડ’ ટિકિટબારી પર ફલોપ થઈ ગઈ છે. આ ફિલ્મની બે દિવસની કમાણી બે કરોડ પણ માંડ થઈ હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મને પહેલા દિવસે એક કરોડની કમાણી થઈ હતી. બીજા દિવસે પણ તેણે દેશભરમાં સરેરાશ આટલી કમાણી કરી હતી. કદાચ રવિવારની રજાને લીધે ફિલ્મ થોડી ઘણી વધુ કમાણી કરે તો પણ તે ટિકિટબારી પર લાંબુ નહિ ખેંચે તેવું ટ્રેડ સમીક્ષકોનું માનવું છે. ફિલ્મના રિવ્યૂઝ બહુ નબળા છે. પશ્મિનાની એક્ટિંગમાં પણ કાંઈ દમ નથી તેવું મોટાભાગના સમીક્ષકોનું કહેવું છે. આ ફિલ્મમાં પશ્મિનાના સહ કલાકારોમાં રોહિત સરાફ અને જિબ્રાન ખાનનો સમાવેશ થાય છે.
મૂળ શાહિદ કપૂર અને અમૃતા રાવની ‘ઈશ્ક વિશ્ક ‘ હિટ થઈ હતી. જોકે, આ ફિલ્મને તેની ગુડવિલનો પણ લાભ મળ્યો નથી .અલબત્ત, સર્જકોએ પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે આ ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ની સિકવલ કે ફ્રેન્ચાઈઝી નથી પરંતુ બિલકૂલ ફ્રેશ ફિલ્મ છે.