ખલ્લાસ ગર્લએ વર્ષો પછી મૌન તોડયું. 18 વર્ષની વયે જ કાસ્ટિંગ કાઉચનો અનુભવઃ ડ્રાઈવર કે અન્ય કોઈ વગર આવવા કહ્યું હતું.
ખલ્લાસ ગર્લથી જાણીતી થયેલી અભિનેત્રી ઇશા કોપીકર આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયાપર સક્રિય રહે છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની કારકિર્દીના શરુઆતના દિવસોમાં થયેલા કાસ્ટિંગ કાઉચના કડવા અનુભવો વર્ણવ્યા છે. ઈશાએ જણાવ્યું હતું કે તેને એક ટોચના એક્ટરે એકલી મળવા બોલાવી હતી. ઇશાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, બોલીવૂડના એક ટોચના અભિનતાએ મને એકલી જ મળવા બોલાવી હતી. એ અભિનેતાને અન્ય હિરોઇનો સાથે પણ સંબંધ હોવાની અફવા હતી. તેણે કહ્યું હતું કે તારે કોઈ ડ્રાઈવર કે અન્ય કોઈને પણ લીધા વિના એકલા આવવું પડશે. જોકે, ઈશાએ તેની ઓફર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ઈશાએ આ એક્ટરનું નામ આપ્યું નથી પરંતુ તે એ લિસ્ટેડ સ્ટાર હોવાનું જણાવ્યું છે.
ઈશાએ એમ પણ જણાવ્યું હતું એક સેક્રેટરી અને એક એકટરે મારો સંપર્ક કર્યો હતો. તેમણે મને કહ્યું હતં કે, ફિલ્મોમાં કામ મેળવવા માટે મારે એકટર્સ સાથે દોસ્તાના સંબંધ રાખવો પડશે. ઈશાએ કહ્યું હતું કે હું સ્વભાવે બહુ મિલનસાર છું. એટલી હદ સુધી કે એકતા કપૂરે એક સમયે મને થોડા અતડા બનવાનું કહ્યું હતું. પરંતુ, દોસ્તાનાથી તેમનો મતલબ કાંઈક બીજો જ હતો. ઈશાના દાવા અનુસાર એ સમયની કેટલીય હિરોઈનોએ આવા માઠા અનુભવો થયા બાદ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે.